Gujarat

સુરતના શિવાલયોમાં મૃત્યુંજયનો જાપ કરી પ્રધાનમંત્રી મોદીના દીર્ઘાયુષ્યની કામના કરાઈ

સુરત
પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવામાં આવ્યો હતો. તેને લઈને દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે. સુરતના વિવિધ વોર્ડમાં શિવાલયોમાં કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભગવાન મહાદેવને અભિષેક કરીને મૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવ્યો હતો. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ વોર્ડમાં કાર્યક્રમનું આયોજન કરીને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સદબુદ્ધિ આવે તેવી પણ પ્રાર્થના કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં જે પ્રકારે સુરક્ષાની ચૂક કરવામાં આવી હોવાના દૃશ્યો કાલે જાેવા મળ્યા હતા. વડાપ્રધાનની સુરક્ષામાં મોટી બેજવાબદારી સામે આવતા તેમના જીવન પર પણ ખતરો ઉભો થાય તેવી સ્થિતિ જાેવા મળી હતી. આ સમગ્ર ઘટના પાછળ કોંગ્રેસ પાર્ટીનો હાથ હોવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો. મહત્વની બાબત એ છે કે, હાલ કોરોના સંક્રમણ રોકેટ ગતિએ સમગ્ર શહેરમાં ફેલાઈ રહ્યું છે. રોજના હવે ૬૦૦ કરતા વધારે કેસો નોંધાયા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટકોર કરવામાં આવી છે કે, વધુ લોકો એકત્રિત ન થાય અને વિશેષ કરીને તમામ લોકો માસ્ક પહેરે તે જરૂરી છે. ભાજપના કાર્યકર્તાઓએ જાણે નક્કી કરી લીધું હોય કે, તેમણે કોરોના સંક્રમણ અટકાવવા માટે જે ગાઈડ લાઈન આપવામાં આવી છે. તેનું સતત ઉલ્લંઘન જ કરવું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ વારંવાર સૂચના આપી રહ્યા હોવા છતાં પણ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખવાનો સમજી રહ્યા નથી. જેથી કરીને શહેરભરમાં કોરાણા વિસ્ફોટ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *