Gujarat

સુરતમાં ૧૫ વર્ષની સગીરાને બે હવસખોરોએ શિકાર બનાવી

સુરત
પુણાગામમાં રહેતી ૧૫ વર્ષીય કિશોરી સાથે તેની પાડોશમાં રહેતા જ અજય સોનીએ તેની સાથે મિત્રતા કેળવી હતી. આરોપી અજય સોની કિશોરીને મિત્રતાના નામે ભોળવીને એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં નરાધમ અજય સોનીએ કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેના થોડાક સમય બાદ નરાધમ અજય સોની આ ઘર ખાલી કરીને શહેરમાં અન્ય સ્થળે રહેવા જતો રહ્યો હતો. આરોપી અજય સોનીના જવા બાદ તે રૂમમાં યુસુફ શેખ નામનો શખ્સ ભાડેથી રહેવા આવ્યો હતો. નરાધમ યુસુફ શેખે પણ કિશોરી રૂમમાં બોલાવી પરિચય કેળવ્યો હતો. જાેકે કિશોરી નરાધમ યુસુફ શેખને અંકલ તરીકે સંબોધિત કરતી હતી. પરંતુ નરાધમે આ સંબંધની લાજ રાખ્યા વિના કિશોરી પર વારંવાર રેપ ગુજાર્યો હતો. એક દિવસ અચાનક કિશોરીને પેટમાં દુખાવો થતાં પરિવાર તબીબી તપાસ માટે હોસ્પિટલ લઈ ગયો હતો,જ્યાં તેને અઢી મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ડોકટરે પોલીસને જાણ કરી હતી. પરિવારે કિશોરીને પૂછતાં બંને નરાધમનો ભાંડો ફુટી ગયો હતો. બંને નરાધમ મજૂરી કરે છે. પુણા પોલીસે અજય અચ્છેલાલ સોની અને યુસુફ અહેમદ શેખ(બન્ને રહે,પુણાગામ,મૂળ રહે,યુપી)ની સામે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી નરાધમ યુસુફની ધરપકડ કરી છે. કિશોરીના નજીકમાં ભાડાના રૂમમાં રહેતા અજય સોનીએ તેની સાથે મિત્રતા કેળવી હતી. વર્ષ ૨૦૨૧માં દિવાળીના સમયે આરોપી અજય સોની યોગીચોક ગાર્ડન પાસે એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો.આરોપી અજય રૂમ ખાલી કરીને જતો રહેતા તેના સ્થાને આવેલા આરોપી યુસુફ શેખે પણ તેને અંકલ કહેનારી કિશોરી સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.પુણાગામની ૧૫ વર્ષની કિશોરી સાથે તેની પડોશમાં જ રહેતા બે નરાધમો દ્વારા અલગ અલગ સમયે બળાત્કાર ગુજારી ગર્ભવતી કરવાની ઘટના સામે આવી છે. જેમાં પેટના દુખાવા સાથે તબીબી પરિક્ષણ માટે ગયેલી કિશોરીને અઢી માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું . જેમાં હોસ્પિટલના તબીબે જ પોલીસને આ ઘટના બાબતે જાણ કરતાં ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે એક નરાધમની ધરપકડ કરી છે.

Raped-14-year-old-sister-in-law.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *