સુરત
સુરતના ખટોદરા યુનિક હોસ્પિટલની બાજુમાં કેનાલ રોડ પર બે દિવસ પહેલા મોટર સાઈકલ પર રૂપિયા ૧૮ લાખની બેગ છીનવી ભાગેલા ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી પાડી કેસને ઉકેલવામાં સફળતા હાંસલ કરી છે. એટલું જ નહીં પણ કંપનીના જ એક કર્મચારીએ લૂંટનું આયોજન કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ગુનામાં વપરાયેલી બાઈક અને રોકડ મળી ૬.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાની ગણતરીની મિનિટોમાં જ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો વર્ક-આઉટમાં લાગી ગઈ હતી. બાતમીના આધારે ભટાર ઓવરબ્રીજ ઉતરતા જાેગસ પાર્ક તરફ જવાના રસ્તા પરથી આરોપી દુશ્ચંત રજનિકાંત પાઠક (રહે રૂપાલી કો-ઓપરેટીવ સોસાયટી ઉમાભવન રોડ ભટાર અને નરેન્દ્ર ઉર્ફે વિપુલ રમેશભાઇ યાદવ (રહે.પ્લોટ નંબર ૧૮/જનતા નગર ખટોદરા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પૂછપરછ કરતા આરોપી દુષ્યંત પાઠકે જણાવ્યું હતું. પોતાનુ દેવુ વધી જતા પૈસાની જરુર હોવાથી પોતે સહ આરોપી સાથે મળી પોતાની જ ઓફિસમાં ડિસ્ટ્રીબ્યુટર નયનેશ સાદડીવાળા જે રોજે રોજ ઓફીસની રોકડ ૨કમ બપોરના સમયે બેગમા ભરી બેંકમા જમા કરવા જતા હોય જેથી તેનો રોકડ રકમ ભરેલ થેલાની લૂટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. દુષ્યંતને એ પણ ખબર હતી કે, નયનેશ સાદડીવાળા ઓફીસથી મોટાભાગે રોકડા રૂપિયા બેંકમાં ભરવા જતા હોય છે. જે પ્લાન મુજબ ૧૫મીએ બાપોરે યુનિક હોસ્પિટલ પાસે તેમને ચાલુ બાઈક પરથી નીચે પાડી ૧૮ લાખ ભરેલી બેગ લૂંટીને ભાગી ગયો હતો. ત્યારબાદ બને આરોપીઓએ રૂપિયા વહેંચી લીધા હતા અને બંને અલગ અલગ દિશામાં ભાગી ગયા હતા. આ ઘટનાને અંજામ આપવા માટે તેને ચાર દિવસ સુધી રેકી કરી હતી.ત્યાર બાદ ૧૫મીએ મોકો મળતા યુનિક હોસ્પિટલની બાજુમાં કેનાલ રોડ પર લૂંટ કરી નાસી ગયેલ અને નવસારી બોરીયાચ ટોલ-નાકાથી આગળ પેટ્રોલપંપ પાસે બેગમાં જે રોકડા રૂપિયા હતા તેનો સરખા હીસ્સે ભાગ પાડી પોતાના હીસ્સામાંથી ૮૦ હજાર મોટરસાયક્લના માલિક વિપુલ જાદવને આપ્યા હતા. આરોપીએ લૂંટેલા રૂપિયામાંથી ૯ હજાર ફરિયાદી પાસેથી અગાઉ ઉછીના લીધેલા હોય તેને ટ્રાંસ્ફર કર્યા હતા.૫૬ હજાર પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ૩૫૪૮૩ રૂપિયા મંગળસુત્ર ગીરો હોય તેના માટે ચુકવ્યા હતા. ૧૬ હજાર મુથુટ ફાયનાન્સ ગોલ્ડ લોન માટે ચૂકવ્યા હતા. ૪૫ હજાર પોતાની મમ્મીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ૪૦ હજાર પોતાના મિત્રને ઉછીના આપ્યા હતા. આ રીતે કુલ્લે ૨,૮૨૪૮૩ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.


