જે દર્દીઓને હરસ, મસા, ફીશર અને ભગંદર જેવી સમસ્યા હોય, મળમાર્ગની જગ્યાએ રસી આવવી, દુઃખાવો, બળતરા, ગુમડા, ખંજવાળ આવવી, કબજિયાત રહેવી, લોહી પડવું, મસા બહાર આવવા, ચીરા પાડવા વગેરે જેવી સમસ્યાઓ માટે આગામી તા.૨૧ નવેમ્બર એટલે કે ‘વર્લ્ડ પાઈલ્સ ડે‘ના રોજ સવારે ૦૯ થી ૧૨ અને સાંજે ૦૪ થી ૦૬ દરમિયાન શલ્ય ઓ.પી.ડી. નં.૦૩, રુમ નં. ૧૦૬, પંચકર્મ ભવન, I.T.R.A. હોસ્પિટલ, યુ.જી. કેમ્પસ, જામનગર ખાતે રાહત દરે નિદાન તેમજ સારવાર કરવામાં આવશે. આ આરોગ્ય શિબિરનો જામનગરની જાહેર જનતાને લાભ લેવા માટે આર.એમ.ઓ. શ્રી ડો. જોયલ પટેલ તેમજ શ્રી ડો. ટી.એસ. દુદનમલ, એસોસિયેટ પ્રોફેસર, શલ્ય તંત્ર વિભાગ, I.T.R.A. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
