સાથેજ છોટાઉદેપુર ખાતે ડેપ્યુટી કલેકટર ને આવેદન આપ્યું હતું.
_______________________
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બોડેલી ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી અને છોટાઉદેપુર કલેકટર ઓફિસમાં આવેદન આપવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ ડી એન રાજપૂતે જણાવ્યું કે ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે તે બંધ થવા જોઈએ જેના કારણે લોકોના જીવ જાય છે યુવાનોના મોત થાય છે જેથી તેઓ હર્ષ સંઘવીને પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિનંતી કરી કે તેઓ દારૂના અડ્ડાઓ બંધ કરાવે અને યુવાનોના જીવ બચાવે અને જો તેમ કરવામાં એ અસમર્થ હોય તો તેઓ પોતાનું રાજીનામું આપવો જોઈએ . આજરોજ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર ઓફિસમાં આવેદનો આપવામાં આવશે અને દારૂ ના અડ્ડાઓ બંધ થાય તેવી માંગણીઓ કરવામાં આવી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

