Gujarat

હાલોલની પરિણીતાને વોટ્‌સએપ પર તલાકનો ઓડિયો મોકલતા ફરિયાદ

હાલોલ
હવે લોકોએ સોશિયલ મિડીયાનો ઉપયોગ કરવાને બદલે દુરપ્યોગ કરી રહ્યા છે તલાક આપવા માટે સામ સામી વાત નહીં વોટસએપ પર તલાક તલાક તલાકનો ઓડિયો મોકલી તલાક આપતા ફરિયાદ. હાલોલની યુવતીના લગ્ન મોડાસા ખાતે રહેતાં મોઇદ્દીન સમસુદ્દીન લુહાર સાથે થયા હતા. મોડાસા ખાતે પરીણીતાને તેનો પતિ, સસરા સમસુદ્દીન બદરૂદ્દીન લુહાર, સાસુ હસીના સમસુદ્દીન લુહાર તથા નંણદ સબનમ સમસુદ્દીન લુહાર, શારીરીક અને માનસીક ત્રાસ આપીને મારીને ઘરમાંથી કાઢી મુકી હતી. પરિણીતા તથા અન્યના મોબાઇલના વોટસએપમાં તેના પતિએ વોઇસ મેસેજ રેકોડીંગ કરીને તલ્લાક કહેતા પરીણીતાના પગ નીચે જમીન ખસી ગઇ હતી. પરીણીતાના પતિ મોઇનુદ્દીન લુહારે વોઇસ મેસેજમાં રેકોર્ડીંગ કરી કહ્યુ હતું કે મે તેરો કો પાગલો કી તરહ ફોન કર રહ્યા હું તું ઉઠા નહિ રહી હેં, ઓર મેસેજ કા જવાબ નહી દે રહી હૈ, મેરી બાત કાન ખોલ કે સુન લે મે તે તેરો કે આજ સે તલ્લાક દે રહા હું ત્રિપલ તલ્લાક કહ્યુ હતુ ઓર તુમ્હારા સામાન આકે લે જાના , અબ મેસેજ ઓર ફોન ભી મત કરના ઠીક હેં તેવો મેસેજ કરવામાં આવ્યો હતો. પરીણીતાએ હાલોલ પોલીસ મથકે સાસરીયામાંથી પહેરે કપડે કાઢી મુકીને વોટસઅપના માધ્યમથી વોઇસ રેકોડીંગ મોકલી તલ્લાક આપ્યો હોવાની ફીરયાદ નોધાવતાં પોલીસે મુસ્લીમ સ્ત્રીઓના (લગ્ન હક્કોના રક્ષણ) બાબતની અધીનિયમ ૨૦૧૯ ની કલમ સહીતની કલમોનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Divorce-by-sending-voice-recordings-in-WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *