Gujarat

21 છોટાઉદેપુર લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા 2022 નો છોટાઉદેપુર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો.

 

વિઓ: 21 છોટાઉદેપુર લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા 2022 નું છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાનો ખેલ સ્પર્ધાનો પ્રારંભ છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું, જેમાં આજે કબડ્ડી રમત રમાઈ હતી જેની અંદર કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો, આખા સાંસદીય મત વિસ્તારની અંદર દરેક તાલુકાની અંદર આજે દરેક તાલુકા ના આગેવાનો ખેલાડીઓ વિવિધ રમતોની અંદર ભાગ લે છે જેમાં આજે છોટાઉદેપુર તાલુકા કક્ષાનો ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યું ,
આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણભાઈ ચૌહાણ, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી, છોટાઉદેપુર યુવા મોરચા પ્રમુખ સચિન ભાઈ તડવી, છોટાઉદેપુર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મેહુલભાઈ પટેલ, સામાજિક કાર્યકર બુઘીલાલભાઈ રાઠવા, છોટાઉદેપુર શહેર મહામંત્રી અંકુરભાઇ પંચોલી, પીએસઆઇ રમેશભાઈ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220601-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *