અમદાવાદ
રવિવારની સાંજે મોરબીનો ઝૂલતો પુલ ધરાશાયી થતાં સેકન્ડોની અંદર ૧૩૫થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. આ ગોઝારી ઘટનાને લઈને ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવ્યો હતો મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાઉનહૉલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.એએમસી દ્વારા આયોજિત આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ટાગોર હૉલમાં ભાવભીનો માહોલ છવાઈ ગયો હતો. અમદાવાદના ટાઉન હૉલ ખાતેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પ્રદીપભાઇ પરમાર,અમદાવાદ શહેર મેયર કિરીટભાઇ પરમાર, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ સભાના અંતે બે મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. દરમિયાન રાજકોટમાં કોર્પોરેશન, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીમાં આજે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો મોરબી દુર્ઘટનામાં જીવ ખોનારા દિવંગતોના આત્માની શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૃતકો પ્રત્યે પ્રાર્થના યોજાઇ હતી જયારે બાર એસોસિયેશન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રાજ્યવ્યાપી શોકમાં શહેરભરના મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતાં અને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ખોડલધામ મંદિરે દરરોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. જ્યારે આજે રાજ્યવ્યાપી શોકના પગલે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ મોરબી બાદ રાજકોટ બાર એસોસિયેશન દ્વારા પણ આરોપીઓ તરફી કેસ નહીં લડવાનો ર્નિણય કર્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે મોરબીની દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહેરના ૧૩ વોર્ડમાં જુદી જુદી જગ્યાઓ પર પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના મોટીબાગ ટાઉનહોલ ખાતે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ સહિત મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું.ત્યારે રાજ્યવ્યાપી શોકમાં ખેડા જિલ્લો સહભાગી બની તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ખાસ કરીને જિલ્લાની કચેરી પર લહેરાતા રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ સહિતના લોકોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. કેન્ડલ માર્ચ તથા આજે મૌન સભાનું પણ ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મનપા દ્વારા પ્રાર્થના સભા યોજાઈ હતી દામોદર કુંડ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં સાધુ સંતો ઉપરાંત મનપાના પદાધિકારીઓ અને શહેરીજનો જાેડાયા હતાં જયારે સુરતમાં અલથાન કોમ્યુનિટી હોલ ખાતે સુરત પાલિકા દ્વારા પ્રાર્થના સભા યોજાઇ હતી જેમાં ધારાસભ્ય સંગીતા પાટીલ, પાલિકા કમિશ્નર, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલએ પ્રાર્થના સભામાં હાજરી આપી દિવંગત ના આત્મા ને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. રાજ્ય વ્યાપી શોક. વિધાનસભા,સ્વર્ણિમ સંકુલ સહિત તમામ સરકારી કચેરી પર અડધી કાઠી એ ધ્વજ ફરકવાયો હતો અને તમામ સાંસ્કૃતિક અને મનોરંજન ના કાર્યક્રમો કરાયા રદ કરાયા હતાં અને રાજ્યમાં અનેક જગ્યાએ શોક સભાનું કરાયું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ હસ્તકની ઓફિસોમાં આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો મોરબીની ગોઝારી દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. મોદીની મોરબી મુલાકાત અંગે જાણકારી આપતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે વડાપ્રધાને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી
