અમરેલી
અમરેલી- સાવરકુંડલા હાઇવે ઉપર ઓળીયા અને સીમરણ વચ્ચે એક કારને ખાનગી બસે ટક્કર મારતા કાર ખાળીયામાં ઉતરી જતા ૪ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. આ અકસ્માતને લઈ અફડાતફડી સર્જાઈ હતી. તેમજ થોડીવાર માટે ટ્રાફિક જામ પણ થયો હતો. તમામ ઈજાગ્રસ્ત લોકોને ૧૦૮ મારફતે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ જીરા ગામથી એક પરિવાર કારમાં સવાર થઈ રાજુલા પંથકમાં લગ્નનોત્સવ પ્રસંગમાં જતો હતો અને અકસ્માત સર્જાયો હતો. વડીયા નજીક આવેલા નાજાપુર ગામ પાસે ગઈકાલે બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. જેમાં તેનું ૧નું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજયું હોવાનું જાણવા મળી રહ્યું છે.


