વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જામનગર જિલ્લાના જામનગર શહેરના ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલીત બી.બી.એ./ એમ.બી.એ. કોલેજ (હરીયા કોલેજ), ઈન્દીરા માર્ગ, ઉદ્યોગનગરની પાસે, જામનગર ખાતે ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.૦૮/૧૨/૨૦૨૨ના સવારના ૦૫:૦૦ થી ર૪:૦૦ કલાક સુધી ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવું નહી અને એકઠા ન થવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા તા. ર૫/૧૧/૨૦૨૨ના જાહેરનામા ક્રમાંક: ડીએમ/ વિ.ચૂંટણી/ ૨૩/૨૦૨૨થી બહાર પાડવામાં આવ્યું છે. જેની જામનગરની તમામ જાહેર જનતાએ નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણવાયું છે.
