Gujarat

આણંદમાં પૈસાની લેતી-દેતીમાં દિયરે ભાભીને ઢોર માર માર્યો

આણંદ
બોરસદના સિસ્વા ગામે રહેતા ચંચળબહેન ઇશ્વરભાઈ (ઉ.વ.૬૫)ના પુત્રએ ગોવિંદ સવાભાઈને બે વર્ષ પહેલા ઉછીના રૂ.૫૦ હજાર આપ્યાં હતાં. જે રૂપિયાની ઉઘરાણી માટે ચંચળબહેન ૧૮મી જુલાઇની ગોવિંદ પાસે ગયાં હતાં. આ સમયે ગોવિંદ ઉશ્કેરાઇ ગયો હતો અને ઉભી રહે હું તને પૈસા આપું છું. જાેકે, ઝઘડામાં પડવા ન માંગતા ચંચળબહેન ત્યાથી નિકળી ગયાં હતાં. પરંતુ ગોવિંદ પાછળ પાછળ લાકડી લઇ આવ્યો હતો અને ચંચળબહેન પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત દિવાળીબહેને પણ ગડદાપાટુનો મારમાર્યો હતો. આ અંગે ચંચળબહેનની ફરિયાદ આધારે ભાદરણ પોલીસે ગોવિંદ સવા અને દિવાળીબહેન ગોવિંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.બોરસદ તાલુકાના સિસ્વા ગામે બે વર્ષ પહેલા આપેલા રૂ.૫૦ હજારની ઉઘરાણી મામલે દિયરે તેના ભાભીને લાકડીથી માર માર્યો હતો. જેથી ભાભીને ગભીર ઇજા પહોંચી હતી. જેને લઈ ભાભીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે ભાદરણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *