Gujarat

ઉધનામાં ગુનાની ગંભીરતા ઓછી બતાવવા ૬.૪૮ લાખની ચોરી સામે ફરિયાદમાં ૧.૯૫ બતાવી

સુરત
ઉધનામાં ભાઠેના વિસ્તારમાં આવેલી તારા વિદ્યાલય પાસે શિવશક્તિ નગર સોસાયટીમાં રહેતા હિતો ડાયાભાઈ રાણા જરીનો વ્યવસાય કરે છે. તેમનું મકાન ચાર માળનું છે. નીચેના મકાનમાં તેમના માતા-પિતા રહે છે. ૧૪ મી તારીખે ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ ન હતું. તે સમયે તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો કોઈ રીતે તોડીને તિજાેરીમાંથી ૨૦ ગ્રામ સોનાની ચાર બંગડીઓ, ૩૫ ગ્રામ સોનાનું પેન્ડલ અને કાનની બુટી, ૩૦ ગ્રામ સોનાની ત્રણ ચેન, ૧૦ ગ્રામ સોનાની ત્રણ અંગુઠી તથા ચાંદીના સિક્કા અને પાયલ ઉપરાંત રોકડા ૧.૬૦ લાખ રૂપિયા ચોરી કરી નાસી ગયા હતા. હાલ વધી રહેલા ગુના સામે ઉધના પોલીસે ચોરીની ગંભીરતા ઓછી બતાવવા નજીવી કિમંત બતાવી છે. ઉધના પોલીસ માટે સોનાનું કોઈ મૂલ્ય ન હોય એમ પોલીસે ૯.૫ તોલા સોનાની કિંમત હાલના બજાર ભાવ મુજબ ૬,૪૬,૮૦૦ બતાવવાને બદલે માત્ર રૂ. ૩૨,૫૦૦ બતાવી હતી. હાલમાં એક તોલા સોનાનો ભાવ ૪૬,૨૦૦ છે. પોલીસે તમામ સોનાના ઘરેણાં, ચાંદી અને રોકડા મળી માત્ર ૧.૯૫ લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ દાખલ કરી છે.ઉધનામાં તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડા મળીને કુલ ૬ લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ગયા હતા. ઉધના પોલીસે ગુનાની ગંભીરતા ઓછી બતાવવા માટે સોનાનો ભાવ એક તોલાનો માત્ર ૩૫૦૦ રૂપિયા બતાવ્યો છે. પોલીસે રોકડા ૧.૬૦ લાખ રૂપિયા અને ૯.૫૦ તોલા સોનાના ઘરેણાં અને થોડા ચાંદીના સિક્કા મળીને માત્ર ૧.૯૫ લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ દાખલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *