ઉમરેઠ
ઉમરેઠ પોલીસે બાતમીના આધારે ઓડ ચોકડી પાસે ઉભેલી કારમાંથી વિદેશી દારૂ સાથે ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઈસમની પૂછપરછ કરતાં તેણે તેનું નામ દિવ્યેશ હસમુખ પટેલ અને મેઘવાનો હોવાનું જણાવ્યું હતું. વધુમાં દારૂ ઉમરેઠના ભૌમિક પટેલ નામના શખસ પાસેથી મેળવ્યો હોવાનું કહ્યું હતું. પોલીસ તપાસમાં ભૌમિક પટેલ ભાજપનો કાર્યકર હોય પોલીસ દ્વારા સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રાયસ કરાયાની ચર્ચાએ સમગ્ર ઉમરેઠ પંથકમાં જાેર પકડ્યું હતું. પરંતુ સોશિયલ મીડિયામાં ઘટના ફરતી થઈ જતાં આખરે પોલીસને ફરિયાદ નોધવી પડી હતી. જાેકે, ફરિયાદમાં ભૌમિક પટેલના પિતાનું નામ અને રહેઠાણનો કોઈ ઉલ્લેખ ન કરાતાં અચરજ ફેલાયું છે.ઉમરેઠમાં વિદેશી દારૂ સાથે ભાજપના કાર્યકરને ઝડપી પાડ્યો હતો. જાેકે, સમગ્ર મામલે દબાણ સર્જાતા પોલીસ દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસ કરાયા હતા. પરંતુ મામલો લીક થતાં આખરે પોલીસે ફરિયાદ નોંધવી પડી હતી.

