Gujarat

કઠલાલ ના છીપડી ખાતે અમુલ ડેરી દ્વારા પશુ ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો

મકસુદ કારીગર, કઠલાલ
કઠલાલ તાલુકાના છીપડી ના નવી છીપડી વિસ્તાર ખાતે અમુલ ડેરી દ્વારા પશુ ચિકિત્સા કેમ્પનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.છીપડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા એફ આઈ પી વાંઝિયપાના નો કેમ્પ રાખવામાં આવ્યો હતો.જેમાં દુધાળા પશુઓની ચિકિત્સા કરવામાં આવી હતી અને વાછરડી ને 50% સબસીડી સાથે 70 કિલોગ્રામ દાણ પણ આપવામાં આવ્યું હતું. છીપડી દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં દુધ ભરતા સભાસદો એ મોટી સંખ્યામાં પોતાના દુધાળા પશુઓની સારવાર આ કેમ્પમાં કરાવી હતી.

IMG-20220729-WA0106.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *