Gujarat

કઠલાલ ના પહાડ ના જગદીશ પરમારે લાંબીકૂદમાં ગોલ્ડ મેડલ જીત્યો.

લોકેશન.ખેડા-કઠલાલ
રીપોર્ટર મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના નાના એવા ગામ પહાડ માં રહેતા જગદીશભાઈ શાંતિલાલ પરમાર જેઓ 22 વર્ષની ઉંમરના છે અને બંને આંખો દિવ્યાંગ છે ત્યારે તેમણે અમેરિકાના એરિઝોના માં યોજાયેલ ઈન્ટરનેશનલ સ્પર્ધામાં લાંબી કૂદ માં ગોલ્ડમેડલ મેળવ્યો છે અને સમગ્ર દેશનું નામ વિદેશમાં રોશન કરી ભારતનો ડંકો વગાડ્યો છે જગદીશભાઈ ના પિતા ખેતીનો વ્યવસાય કરે છે અને જગદીશભાઈએ BA સુધીનો અભ્યાસ અમદાવાદ ખાતે કર્યો છે ખૂબ જ નાના એવા ઘરમાં ખેતરમાં રહેતા આ પરિવારમાં જગદીશભાઈ ના અન્ય બે ભાઈઓ અને ત્રણ બહેનો છે માતા-પિતા સાથે સાત લોકોનો આ પરિવાર ફક્ત એક વીઘા જમીન પર પોતાનું ગુજરાન ચલાવે છે ખૂબ જ નાના ગામ અને સામાન્ય પરિસ્થિતિમાં જન્મેલા હોવા છતાં રમત-ગમતની એક આગવી ધગશ અને ઉત્સાહ તેમનામાં હતો માતા-પિતા અને પરિવારે પણ પોતાના બાળકને નાજુક પરિસ્થિતિ હોવા છતાં રમતગમત ક્ષેત્રે આગળ વધવા સહયોગ કર્યો હતો જગદીશભાઈ ગુજરાત અને સ્ટેટ લેવલે સર્ટીફીકેટ મેળવી ચૂક્યા છે સાથે સાથે ઓડીસામાં તેઓએ 15 ફૂટ 8 ઇંચ લાંબી કુદ સિલ્વર મેડલ પણ મળ્યો હતો. તેમની આ સફળતાને જોઈએ ગૌરવભાઈ પરીખ થતા gujarat sports PCI દ્વારા તેમને સહયોગ કરવામાં આવ્યો હતો જેને લઇ જગદીશભાઈ ના જુસ્સાને રમતગમત ક્ષેત્રે આગળ વધવાનું પ્રોત્સાહન મળ્યું હતું. જગદીશ પરમાર અમેરિકા એરિઝોના માં ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો ભારત સરકાર દ્વારા એક રમતવીર પાછળ સાત લાખ જેટલો ખર્ચો કર્યો તેઓને અમેરિકામાં મોકલ્યા હતા અને અમેરિકા જગદીશભાઈ એ ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું હતું. જગદીશભાઈ બંને આંખે દિવ્યાંગ છે અને અમેરિકા ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં તેઓને આંખે પાટા બાંધી લાંબો કૂદકો માર્યો હતો જેમાં તેઓએ 16 મીટર જેટલો લાંબી કૂદ માં વિજય મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ત્યારે સૌ કોઈ તેમની આ સિદ્ધિને બીરદાવી રહ્યું છે. હાલ તો અનેક લોકો જગદીશભાઈ ને મળવા આવી રહ્યા છે અને તેમને શુભેચ્છાઓ પાઠવી તેમના વખાણ કરી રહ્યા છે. હાલ જગદીશ પરમાર દ્વારા એશિયન ગેમ ઓલમ્પિકમાં જવાની ઇચ્છા છે અને તે બાબતે તેઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે સૌ કોઇને વિશ્વાસ છે કે જગદીશ પરમાર એશિયન ગેમમાં પણ ભારતનું નામ રોશન કરશે.

IMG-20220527-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *