રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના મોટી મૂડેલ ખાતે શાળાના 75 માં સ્થાપના દિન નો કાર્યક્રમ ઉજવાયો. કેન્દ્રીય સંચાર મંત્રી અને ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મોટી મુડેલ ગામના અગ્રણી દીપકભાઈ ડાભી તથા ગ્રામજનો દ્વારા સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, ચીમનભાઈ સોઢા રાજેન્દ્રસિંહ તેમજ લખનસિંહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત થયા હતા.તેમજ એસએમસી સભ્યો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કેક કાપી અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શાળા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશ સોલંકી, જગદીશ પંચાલ અને વિક્રમસિંહ ડાભી એ કર્યું હતું.


