Gujarat

કુલ ૩૫૬૫ જેટલા પ્રિસાઇડિંગ અને પોલીંગ ઓફિસર તાલીમમાં ભાગ લેશે  

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં પાંચ વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા સંબંધી કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે ચૂંટણી ફરજ પરના સ્ટાફનું પ્રથમ રેંડેમાઈઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેથી ચૂંટણી ફરજમાં પ્રિસાઇડિંગ અને પોલીંગ ઓફિસરની આવતીકાલ તારીખ ૧૩/૧૧/૨૦૨૨ ના પ્રથમ તાલીમનો પ્રારંભ કરવામાં આવશે.

આ સંદર્ભે ચૂંટણી તાલીમના નોડલ ઓફિસર ચાંદનીબેન પરમાર જણાવે છે કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે કાયદા નિયમો અને માર્ગદર્શિકાઓ નિયત કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી ફરજ પરના દરેક કર્મચારી પોતાની ફરજ અંગેના નિયમોની પ્રક્રિયાથી સારી રીતે વાકેફ હોય તે માટે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવે છે. આવતીકાલ તા.૧૩/૧૧/૨૦૨૨   ના રોજ દરેક વિધાનસભા વિસ્તારમાં પ્રિસાઇડિંગ અને પોલીંગ ઓફિસરને તાલીમ આપવામાં આવશે.

આ તાલીમમાં સંબંધિત વિધાનસભાના ચૂંટણી અધિકારી અને માસ્ટર ટ્રેનર દ્વારા મોકપોલ, ઈવીએમ વગેરે જેવા ચૂંટણી સંબંધી મુદ્દાઓ અંગે તાલીમ આપવામાં આવશે.

આ તાલીમમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે કુલ ૩૫૬૫ જેટલા પ્રિસાઇડિંગ અને પોલીંગ ઓફિસર તાલીમમાં ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *