ખંભાત
કર્મચારીઓ વિવિધ મુદ્દે અને વિવિધ માંગણીઓને લઈને લડી લેવાના મૂડમાં છે. જેમાં આજે ખંભાત તાલુકાની ૨૦૦થી વધારે આશા વર્કર બહેનોએ ખંભાત સીએચસી સેન્ટર ખાતે ભેગા થઈ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ આશા વર્કરોને ૫૦૦૦ ચૂકવવાનો સરકારે આદેશ કર્યો, તેના બાદ પણ કોઈપણ ચુકવણી ના થતાં નારાજ આશાવર્કરો દ્વારા સરકારનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આશા વર્કરોએ લઘુત્તમ વેતનની માગ તેમજ કાયમી કર્મચારીની જાેગવાઈઓ અંગે નારેબાજી કરી હતી. ઉપરાંત જાે આગામી દિવસોમાં પડતર માગણીઓમાં કોઈ નિરાકરણ નહીં આવે તો હડતાલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.


