ભુજ
ગાંધીધામ તાલુકામાં આવેલી આદિપુરની પંચમુખા હનુમાનજી ગૌશાળા, અંતરજાળની દ્વારકાધીશ ગૌશાળા અને મીઠી રોહરની ગૌ સેવા સમિતિ ગૌશાળામાં ગત ૧૮ જાન્યુઆરીથી મહિલા દ્વારા છાણાં બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત કરનાર ટ્રસ્ટનો મુખ્ય આશય મહિલાઓને ગૌ આધારિત વસ્તુઓના નિર્માણ-વેચાણ દ્વારા આર્થિક પગભર થવા માટે મહિલાઓ અને ગૌશાળા વચ્ચે સેતુ બનવાનો છે. જેના ભાગરૂપે છાણાં નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હોળીના તહેવાર સુધીમાં અંદાજિત બે લાખથી વધુ છાણાં બનાવી લેવાનો સંકલ્પ હોવાનું ટ્રસ્ટના મનીષા મુકેશ બાપટે જણાવ્યું હતું.ર્ આ વર્ષના મહાહોળી ઉત્સવ અભિયાન હેઠળ છાણાં નિર્માણ કાર્યમાં શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટના સભ્ય એડવોકેટ રચના હિતેશ જાેશી, વૈભવી કૈલાશ જાેશી, મીનાક્ષીબેન ભટ્ટ, કૈલાશબેન ભટ્ટ, નિરૂપમાં પાંધી, હિના જાેશી, તૃપ્તિબેન જાેશી, પ્રાચી પટેલ, સોનલ ગઢવી, સાલુંબેન આહીર, કિન્નરી કારીયા, કાજલ ઠક્કર વગેરે જહેમત લઈ રહ્યા છે.ગાંધીધામના શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહિલા ઉત્કર્ષ અંતર્ગત તાલુકાની વિવિધ પાંજરાપોળમાં મહિલા મંડળના સહયોગ સાથે હોળી પર્વ નિમિત્તે બે લાખ છાણાં નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ માટે શહેરની મહિલાઓ દરરોજ પાંજરાપોળ ખાતે પહોંચી દેશી ગાયના ગોબરમાંથી છાણાં થાપી રહી છે. જેના દ્વારા મહિલાઓ ભવિષ્યમાં ગૌ આધારિત વસ્તુઓનું નિર્માણ અને વેચાણ કરી પગભર બની શકે તેવો ઉદ્દેશ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
