ગાંધીનગર
આપણો પરીવાર ભાજપ વિચારધારા પરીવાર અતંર્ગત સ્નેહ મીલન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા સંકલન સમિતિના ઉપાધ્યક્ષ ચંદ્રકાંતભાઈ હિંગુ તેમજ દરજી સમાજના વડીલ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આગેવાનો દ્વારા સમગ્ર દરજી સમાજને એક થવા અને સમાજમાં પાર્ટીનો વધુને વધુ વ્યાપ વધારા પાર્ટીમાં સમાજના આગેવાનોને રાજકીય ક્ષેત્રે ‘જ્ઞાતી સંગઠન પ્રતીનિધિત્વ અગ્રતાને પ્રાધાન્ય આપવા માટે સમગ્ર ગુજરાત લેવલના સમગ્ર દરજી સમાજને એક થવા સાથે સમાજના ગૌરવ સમાન આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ગાંધીનગરના સ્ટાફ ટ્રેનિંગ શાળા ખાતે રાખવામાં આવ્યો હતો.


