ગિરગઢડા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ભીમ અગિયારસનું શુકન સાચવતા મેઘરાજા એ બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ વરસી જતા ખેડૂતો તથા લોકોમાં ખુશીનો માહોલ ..
ગિરગઢડા
ભરત ગંગદેવ…
છેલ્લા ઘણા દિવસોથી ગઢડા શહેર તથા તાલુકામાં અસહ્ય બફારો તથા ગરમી થી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, આજે વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને બપોરના બાર વાગ્યાથી ધીમીધારે તથા ધોધમાર વરસાદ વરસવો શરૂ થતા ગીર ગઢડા શહેર તથા દ્રોણ ઈટવાયા ફાટસર કોદિયા ગામ માં માત્ર બે કલાકમાં ધોધમાર વરસાદ વરસી જતા સાંજે ચાર વાગ્યા સુધીમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ વરસી જતા રોડ ઉપર પાણી વહેવા લાગ્યા હતા અને ખેડૂતો અને ગ્રામ્ય લોકોમાં આનંદ અને ખુશી છવાઈ ગઈ હતી.


