ગાંધીનગર
વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસ દરમ્યાન તેમણે ગાંધીનગરના કલોલના નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ડિજિટલ લોન્ચિંગ કર્યા બાદ વડાપ્રધાનએ કહ્યું, ‘દેશમાં નેનો યુરિયાના આવા ૮ નવા પ્લાંટ બનશે’ કલોલના ઈફ્કો પ્લાન્ટના ડિજિટલ લોન્ચિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું, દેશભરના લાખો સ્થળો પરના ખેડૂતો આજે મહાત્મા મંદિરમાં જાેડાયા છે, હું તમામનો આભાર વ્યક્ત કરું છું, આર્ત્મનિભર ભારતના નિર્માણ માટે ગામડાંને આર્ત્મનિભર થયું જરૂરી છે. એટલા માટે અમે આજે મોડલ કો-ઓપરેટીવ વિલેજ દિશામાં આગળ વધી રહી છે. ગુજરાતના ૬ ગામડાં નક્કી કરાયા છે જ્યાં સંપૂર્ણપણે કો-ઓપરેટીવ વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવશે. ભારત વિદેશોમાંથી યુરિયા મગાવે છે. એક બે યુરિયા રૂ.૩૫૦૦માં પડે છે. ખેડૂતોને એ જ બેગ ૩૦૦ રૂપિયામાં આપવામાં આવે છે. ખાતરના ઉપયોગમાં ભારત બીજા નંબરે છે. એક સમયે ખાતરની કાળાબજારી થતી હતી. ખાતરની વૈશ્વિક કિંમત વધી છે. છતા મુશ્કેલી હોવા છતા ખાતરનું સંકટ ઉભું થવા દીધું નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે નેનો યુરિયા પ્લાંટની શરૂઆત થઈ છે. મોદી સરકારમાં સહકાર મંત્રાલયની રચના થઈ છે. ગુજરાતમાં સહકાર મોડલ સફળ રહ્યું છે. જ્યારથી સહકારી ક્ષેત્રે જાેડાયા ત્યારથી અલગ વિભાગની માગ હતી. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ અલગ મંત્રાલયની રચના થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સહકાર ક્ષેત્રમાં અનેક ર્નિણયો લેવાઈ રહ્યા છે. સહકારી બેંકને ઇમ્ૈંના દાયરામાં લાવવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં દેશની કો-પોરેટીવ સોસાયટી વૈકલ્પીક દર ઘટાડીને ૧૫ ટકા થયો છે. ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલમોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં ૮૪,૦૦૦થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ ૨૩૧ લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલા તરીકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના ૭,૦૦૦થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. મોદી લગભગ ૧૭૫ કરોડ રૂપિયાના ખર્ચે કલોલના ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઊપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોડર્ન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ ૫૦૦ મિલીલિટરની લગભગ ૧.૫ લાખ બોટલનું ઉત્પાદન કરશે. સવારે ૧૦ વાગે વડાપ્રધાન જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. બાદમાં સભાસ્થળે પહોંચ્યા હતાવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે સવારે ૧૦ વાગે રાજકોટમાં આટકોટ ખાતે નવનિર્મિત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે.ડી.પી.નું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ બપોરે ૪.૧૦ વાગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે, જ્યાં સીઆર પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું.


