ગોધરા
ગોધરા પાલીકાનું બિલ્ડીંગ જે જમીન પર છે. તે જમીનની માલિકીના માલીક પીરાના પીર છીલ્લા ટ્રસ્ટ છે. તેવો વકફ બોર્ડનો હુકમ આવ્યો હતો. જમીન પર ૯૦ વર્ષ કરતાં વધારે સમયથી પાલિકાનું બિલ્ડીંગ આવેલ છે. તેમાં પાલીકાની ઓફિસો ચાલી રહી છે. ત્યારે વકફ બોર્ડે જમીન પીરાના પીર છીલ્લા ટ્રસ્ટની હોવાથી જમીનની માલીકા નામના દાખલ કરવાનો હુકમ કર્યો હતો. ધારાસભ્ય રાઉલજીની સુચનાઓને લઇને પાલીકાએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. વકફ બોર્ડ દ્વારા પાલિકાની માલીકીની હોવા છતા, પાલિકાને સાભળ્યા કે જાણ કર્યા વિના સરકારી જમીન બારોબાર પીરાના પીર છીલ્લા ટ્રસ્ટના નામ માલિકીમાં દાખલ કરવા હુકમને પાલિકાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે વક્ફબોર્ડની હુકમ પર સ્ટે આપી પાલિકાની જમીન પીરાના પીર છીલ્લા ટ્રસ્ટની માલીકીનો હુકમ રદ તથા પીરાના પીર છીલ્લા ટ્રસ્ટની એન્ટ્રી પાડવાનો વક્ફ બોર્ડનો હુકમ પર સ્ટે આપ્યો હતો.ગોધરા પાલીકાના બિલ્ડીંગની જમીનની પીરાના પીર છીલ્લા ટ્રસ્ટની હોવાથી જમીનની માલીકીમાં ટ્રસ્ટનું નામ દાખલ કરવાનો હુકમ વકફ બોર્ડે કર્યો હતો. ત્યારે પાલીકાએ વકફ બોર્ડ તથા વકફ ટ્રાબ્યુનલ દ્વારા ગેરકાયદે હુકમ કર્યોની અપીલ હાઇકોર્ટમાં દાખલ કરી હતી. હાઇકોર્ટે વકફ બોર્ડ તથા વકફ ટ્રાબ્યુનલના ૨૫/૧૧/૧૯ અને ૧૫/૭/૨૦ના હુકમ પર સ્ટે આપી દીધો છે.
