અમદાવાદ
અમદાવાદની યુવતીના વિરમગામના એક પરિવારમાં લગ્ન થયા હતા. જાેકે સાસરીમાં તેના સાસુ-સસરાના ત્રાસના કારણે તેમની સાથે સંબંધો ખરાબ હોવાથી તે છેલ્લા બે મહિનાથી અમદાવાદના ફતેહવાડીમાં પોતાના પિયરમાં રહેતી હતી. જાેકે ઘણીવાર તેની નણંદ દ્વારા તેને ઘરે પાછી બોલાવવામાં આવી હતી, પરંતુ મહિલા ત્રાસના કારણે ત્યાં જવા ઈચ્છતી નહોતી. વૃદ્ધાની ફરિયાદ મુજબ, ગત ગુરુવારે તેમને તેમના એક મિત્ર તરફથી ફોન આવ્યો હતો કે દીકરીની સાસુ અને બે નણંદ સમાધાન માટે તેમના ઘરે આવી રહ્યા છે. ઘરે સમાધાનની ચર્ચા દરમિયાન વૃદ્ધાએ વેવાણ પાસે લેખિતમાં તેઓ તેમની દીકરીને પરેશાન નહીં કરે તે આપવાની માંગણી કરી. જેના પર નણંદ ગુસ્સે થઈને ભાભીને અપશબ્દો કહેવા લાગી અને ધક્કો મારીને માર પણ માર્યો. જ્યારે વૃદ્ધા દીકરીને બચાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ માર માર્યો. આ સમગ્ર મામલે મહિલાએ પોતાની મિત્ર સાથે વેજલપુર પોલીસ સ્ટેશનમાં જઈને ત્રણેય મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.અમદાવાદમાં વહુ સાથે સમાધાન કરવા તેના ઘરે આવેલા સાસુ તથા તેની બે નણંદ દ્વારા માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન દીકરીને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધાને પણ માર મારવામાં આવ્યો. જે બાદ વૃદ્ધ મહિલાએ દીકરીના સાસુ-નણંદ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
