નડિયાદ
દેશભરમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. ત્યારે હવે રાંધણગેસના તથા સીએનજીના ભાવમાં તોતિંગ વધારા થી ગૃહિણીઓનું તથા વેપાર ધંધા કરતા લોકોનો બજેટ પણ ખોરવાયુ છે. ચરોતરના તજજ્ઞો કહી રહ્યા છે કે તાજેતરમાં રશિયા યૂક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વિક્રમી ઉછાળાને કારણે પેટ્રોલ ડીઝલ અને એલપીજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. સમગ્ર ચરોતરમાં ઉપરોક્ત નવો ભાવ ગત મધરાતથી અમલમાં આવતા ચરોતરની જનતા ના ખુશ જાેવા મળી રહી છે.દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવતો આસમાને છે તેની સાથે સાથે હવે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ પણ વધતા લોકો નાખુશ થયા છે. આ સાથે સીએનજી ગેસના ભાવોમાં પણ વધારો થયો છે. ચરોતરમાં જૂના ભાવ જાેઈએ તો સીએનજી ગેસમાં ૬૭.૫૩ હતા જે વધીને નવો ભાવ ૭૦.૫૩ થયા છે. આમ સીએનજી ગેસમાં ૩ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે રાંધણ ગેસના સિલિન્ડરના જૂના ભાવ ૯૦૬ હતો જે વધીને નવો ભાવ ૯૫૬ થયો છે. આમ ગેસના સિલિન્ડરમા ૫૦ રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે ચરોતરના લોકોની નારાજગી જાેવા મળી છે એક બાજુ દૂધ, શાકભાજી, ફ્રુટ, તેલ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભાવ દિનપ્રતિદિન વધી રહ્યો છે તો બીજી બાજુ પરિવારની આવક પણ એટલી ન હોવાને કારણે ઘર ચલાવવું તથા વેપાર ધંધા કઈ રીતે કરવો તે મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે. દેશમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. તમામ વસ્તુઓમા અસહ્ય કમરતોડ ભાવના કારણે મધ્યમ વર્ગને પડે બે છેડા ભેગા કરવા માટે મોટો પ્રશ્ન ઉભો થયો છે. ગત મધરાતથી દેશભરમાં રાંધણગેસના સિલિન્ડરના તથા સીએનજી ગેસનો ભાવ વધારો થયો છે. જેના કારણે મધ્યમ વર્ગ પર પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. સામાન્ય રીતે રિક્ષા ફેરવી ગુજરાન ચલાવતા તથા નાના-મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકોને આ ભાવ વધારાથી સીધો માર પડ્યો છે.
