સુરેન્દ્રનગર
દસાડા (પાટડી)ના ઉપરિયાળા ગામે ગત ૨૩મી માર્ચ ૨૦૨૧ના રોજ રહેણાંક મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કરી એક લાખ ૫૪ હજારની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં તથા રૂ. ૬૦ હજાર રોકડ મળી રૂ. ૨ લાખ ૧૪ હજારની ઉઠાંતરી કરી હતી. જેમાના બે આરોપીઓ પાટડી પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે છેલ્લા ૧૩ માસથી નાસતી છુપાતી મહિલા આરોપીને સમી પોલીસે અન્ય ગુનામાં અટકાયત કરી હતી. જેમાં પાટડી તથા બજાણા પોલીસ મથકના ગ્રામ્યમા ચોરી કરી હોવાનુ સામે આવતા સમી પોલીસે મહિલાને પાટડી પોલીસને સોંપી હતી. મહિલા બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્યની હોવાનું સામે આવ્યું હતુ. આ અંગે પાટડી પોલીસે મહિલાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રીમાન્ડ નામંજૂર થતા? મહિલા આરોપીને પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવી છે.પાટડીના ઉપરીયાળામાં ૧૩ માસ અગાઉ થયેલી રૂ. ૨.૧૪ લાખની મત્તાની ઘરફોડ ચોરીમાં નાસતી ફરતી મહિલા ચોર ઝડપાઈ છે. સમી પોલીસે મહિલાની અટકાયત કરતાં પાટડી સહિત બજાણા પોલીસ મથકના ચોરીના ગુનામાં પણ મહિલાની સંડોવણી બહાર આવી છે. જ્યારે રીમાન્ડ નામંજૂર થતા? આરોપીને પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવી છે.