વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની આંગણવાડીઓમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ ચેરમેનશ્રી તેમજ સરપંચશ્રી,પ્રોગ્રામ ઓફિસરશ્રી, સીડીપીઓશ્રી, મુખ્યસેવિકા,આંગવાડી વર્કર,હેલ્પર વગેરે દ્વારા ભેંસાણ તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ ઘટક -૨ ના ખડિયા આંગણવાડી કેન્દ્રમાં અને વંથલી ઘટકમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી અને સીડીપીઓશ્રી તથા મુખ્યસેવિકા દ્વારા લાભાર્થીઓ (સગર્ભા,ઘાત્રી,બાળકોના વાલી)ને સ્તનપાનના મહત્વ વિષે સમજ આપવામાં આવી હતી.
જયારે માણાવદર ઘટકના જિલાણા ગામના વર્કર દ્વારા ગામસભા બોલાવી વિશ્વ સ્તનપાન દિવસનું મહત્વ સમજાવ્યું હતુ. જેમાં જન્મ બાદની બાળકની સંભાળમાં સ્તનપાન ખુબ જ અગત્યનું છે.માતાનું દૂધ એ અમૃત સમાન છે.બાળકના જન્મના પ્રથમ કલાકમાં જ બાળકને માતાનુ પેહેલું ઘટ્ટ દૂધ અપાવી આ દૂધ કુદરત રસીકરણ કામ કરે છે. માટે જન્મના પ્રથમ કલાકમાં જ સ્તનપાન અને છ માસ ફક્ત ને ફક્ત માત્ર સ્તનપાન,કાંગારું કેર અને સ્તનપાન થકી બાળકનું રક્ષણ,બાળકને ગળથૂથી, બોટલનું દૂધ,પાઉડરનુ દુધ વગેરે ન આપવું,આંગણવાડીમાં આપવામાં આવતા માતૃ શક્તિ પેકેટમાં ભરપુર પોષણ હોય માટે તેનો ભોજનમાં નિયમિત ઉપયોગ કરવા વગેરે વિષે સમજ આપવામાં આવી હતી.
