વિધાનસભાની બેઠકના મોટાભાગના મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો
જેતપુરમાં દેસાઈ વાડી વિસ્તારમાં ચભાડીયા સ્કૂલ ખાતે ઈવીએમ બગડી જતા નવું મુકાયું: ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
આજે જેતપુર કંડોરણા વિધાનસભાની બેઠક પર સવારથી મતદારોની લાઈનો જોવા મળી રહી છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મોટાભાગના બુથો પર સવારથી ભારે ઉત્તેજના સાથે મતદારો મતદાન કરી રહ્યા છે. જેતપુરમાં દેસાઈ વાડી વિસ્તારમાં ચભાડીયા સ્કૂલ ખાતે બુથ નં.204નું મશીન બગડી ગયેલ બીજુ મશીન આવેલ તે પણ બગડી જતા ફરી નવું આવી ગયું હતું.
અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલ છે. જામકંડોરણા ખાતે ભાજપના ઉમેદવાર જયેશભાઈ રાદડીયાએ સવારે પોતાનો મત આપેલ. કોંગ્રેસના ઉમેદવાર ડી.કે. વેકરીયાએ જેતપુરમાં દેસાઈ વાડી ખાતે ચભાડીયા સ્કુલ ખાતે પોતાનો મત આપેલ. જયારે આપના ઉમેદવાર રોહિતભાઈ ભુવાએ તાલુકાના સ્ટેશન વાવડી ગામે પોતાનો મત આપેલ જયારે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ પોતાનો મત આપ્યો હતો. તાલુકાના જુની સાંકડી ગામે પૂર્વ મહિલા મંત્રી જશુબેન કોરાટ તથા તેના પુત્ર પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખે મતદાન કરેલ હતું.
74 જેતપુર-કંડોરણા વિધાનસભાની બેઠક પર આજે મતદાનના દિવસે આજે સવારથી જ ખુબજ ઉત્સાહ પૂર્વક મતદારોની લાઈનો લાગી છે. ઠંડીનો ચમકારો લગ્ન ગાળો હોવા છતાંય સવારતી દરેક બુથો પર મતદારોની લાઈનો લાગેલ છે. જયારે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ચુસ્ત ગોઠવાયેલ છે. જેતપુર કંડોરણા બેઠક પર કુલ 300 બુથો આવેલ હતા. જેમાં 174546 મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો ખુબજ ઉત્સાહપૂર્વક મતદારો ઉમટી પડયા હતા ચૂંટણી પંચના છેલ્લા આંકડા મુજબ 63.22 ટકા મતદાન નોંધાયું હતું