Gujarat

જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઇ સરવૈયાનું હ્રદયરોગના હુમલાથી નિધન

જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ વેલજીભાઇ સરવૈયાનું આજે સવારે હ્રદય રોગનો તિવ્ર હુમલો આવવાથી આકસ્મિક મોત નિપજતાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. દરમિયાન આજે ધારાસભ્ય અને જેતપુર – જામકંડોરણા બેઠકના ભાજપના ઉમેદવાર જયેશભાઇ રાદડીયાએ ચુંટણી પ્રચાર અને લોક સંપર્ક સહિતના તમામ કાર્યક્રમો મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.
જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ  સરવૈયા કાર્યકરોમાં ભારે લોકપ્રિય હતા તેઓ છેલ્લા એક પખવાડીયાથી સતત ચુંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. આજે સવારે તેઓને આવેલો હ્રદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતાં. આજે ચુંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે તાલુકા ભાજપ પ્રમુખનું નિધન થતા ભાજ ૫ન | ઉમદવાર જયશ ભાઇ રાદડીયાએ આજે પોતાના ચુંટણી પ્રચારના તમામ કાર્યકમો રદ કરી નાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઇ સરવૈયા વીરપુર (જલારામ) ખાતે રહેતા હતા. નશાબંધી અને આબકારી ખાતા તેમજ પછાત નિગમના ડીરેકટર પદે પણ રહી ચુકયા છે. ભાજપના ઉમેદવાર જયેશભાઇની ગતરાતે યોજાયેલી  સભામાં ઉદબોધન કરેલ તે તેનું છેલ્લું ઉદબોધન બની ગયું હતું. તાલુકા ભાજપના પ્રમુખના અકાળે નિધનથી આજે યોજાવાનો ભાજપનો રોડ શો રદ કરવામાં આવ્યો છે.

IMG-20221129-WA0178.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *