|
જેતપુર શહેર તાલુકામાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ આગામી તારીખ ૩૧ ને રવિવાર સવારે ૯-૩૦ વાગ્યે સમસ્ત બ્રહ્મ સમાજની વાડી, ફુલવાડી, રામજી મંદિર પાસે – જેતપુર ખાતે યોજનામાં આવેલ છે. જેમાં સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાનના સંત પૂજ્ય શ્રી નીલકંઠ ચરણ સ્વામી ખાસ ઉપસ્થિત રહી આશિર્વચન આપશે. આ પ્રસંગે જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા,સમસ્ત બ્રહ્મ સમાજના ચીફ એડવાઈઝર કમલેશભાઈ પંડ્યા નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન સુરેશભાઈ સખરેલિયા, મોરબીના મામલતદાર નિખિલભાઇ મહેતા, તાલુકા પીઆઇ જાની સાહેબ, હરિ ૐ વૃદ્ધાશ્રમ ના સંચાલક જોષીબાપા, અંકુર વિદ્યાલયના સંચાલક હર્ષદભાઈ મહેતા,શહેર ભાજપના પ્રમુખ રમેશભાઈ જોગી તથા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેષભાઈ રાવલ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા જીગ્નેશભાઈ જોશી, ઉપેન્દ્રભાઈ વ્યાસ, નીતાબેન મહેતા, કિરણબેન વ્યાસ, મીનાબેન મહેતા, હિરેનભાઈ જોશી, બીપીનભાઈ મિશ્રા સહિત બ્રહ્મ સમાજના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે તેમ સમસ્ત બ્રહ્મ સમાજના મંત્રી સુભાષભાઈ તેરૈયા ની યાદીમાં જણાવાયું છે.
|
|
|
