Gujarat

જેતપુરમાં મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો 

પ્રથમ મત આપતા યુવકે મતદાન મથકે સેલિબ્રેશન કર્યું જ્યારે લગ્નના દિવસે પણ મત આપ્યો
દિવ્યાંગ મતદારે પગથી મતદાન કર્યું
ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં દિવ્યાંગોને મતાધિકાર અપાવવા માટે ચૂંટણી તંત્રએ વિશેષ વ્યવસ્થા કરી હતી. જેના પ્રતિભાવમાં રાજકોટ જિલ્લાના વિરપુરમાં આજે એક દિવ્યાંગ મતદારે ૫ગેથી મતદાન કર્યું હતું. રાજકોટ જિલ્લાના વિરપુર ખાતે રહેતા દિવ્યાંગ ગોસ્વામી પરમાનંદએ આજે સવારે મત આ૫વા મથક સુધી ૫હોંચ્યા હતાં. તેઓ હાથથી મતદાન કરવા માટે સક્ષમ ન હોય તેઓએ પગેથી મતદાન કરીને મતદાન અંગે પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી. મતદાન કરતા ૫હેલા રજીસ્ટરમાં સહી ૫ણ તેણે ૫ગેથી જ કરી હતી ! આ દિવ્યાંગ મતદાર મથક ઉ૫ર ફરજમાં તૈનાત સ્ટાફ માટે ૫ણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
યાત્રાધામ વીરપુરમાં ટોટલ 11 બુથ ઉપર જેતપુર જામકંડોરણા 74 બેઠકના સવારે 8 વાગ્યાથી મતદાન કરવા માટે મતદારોની કતારો લાગી હતી ત્યારે એનારાઈ પરિવારે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું તેમજ ખાસ કરીને મૂળ વીરપુરના રહેવાસી અને હાલ ઓસ્ટ્રેલિયા રહેતા રસિક ગાજીપરાએ પોતાના પરિવાર સાથે ખાસ ઓસ્ટ્રેલિયાથી વિરપુર આવીને મતદાન કર્યું હતું.
જેતપુરના નવાગઢમાં આવેલ નવજીવન સ્કૂલ ખાતે ના બુથ પર પ્રથમ વખત મતદાન આપતા યુવાન વિનીત ઠુંમર નામના યુવકનો આજે જન્મ દિવસ અને સાથે પ્રથમ મતાધિકાર નો ઉપયોગ કરતો હોય જેથી બુથ ઉપર જઈ પોલીસ,તેમજ પોલિંગ બુથના કર્મચારીઓ વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવી મતદાનની ફરજ પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓને કોલ્ડ્રિંક્સ વહેચણી કરી લોકોને મતદાન કરવાની અપીલ કરતી પ્રેરણા પૂરી પાડી હતી

IMG-20221201-WA0289.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *