જેતપુરનાં ચૂંટણી અધિકારીશ્રી નિમિષ પટેલની રાહદારી હેઠળ ચૂંટણીલક્ષી કામગીરી વેગવાન છે ત્યારે
૭૪-જેતપુર વિધાનસભામાં ચૂંટણી કામગીરીને અનુલક્ષીને જેતપુર સેન્ટ ફ્રાન્સીસ હાઈસ્કૂલ ખાતે ૫૦-૫૦ના સ્લોટમાં ૩૮૧ જેટલા મહિલા પોલિંગ ઓફિસર અને મહિલા પ્રીસાઈડિંગ ઓફિસરોને ઈ.વી.એમ. અને વી.વી.પે.ટ. તેમજ ચૂંટણી ફરજ દરમિયાન નિભાવવાની થતી જવાબદારી અને કામગીરી સંદર્ભે તાલીમ આપવામાં આવી હતી.
આ તકે ૭૪ – જેતપુર વિધાનસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી શિલ્પા ગુપ્તાએ ખાસ ઉપસ્થિત રહી ફરજ દરમ્યાન સોંપવામાં આવેલી કામગીરી સરળતાથી અને સુપેરે પાર પાડી શકાય તે માટે યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.
ચૂંટણી અધિકારીશ્રી નિમિષ પટેલ તથા માસ્ટર ટ્રેનર સંજયભાઈ વેકરીયા તથા તેમની ટીમ દ્વારા તાલિમાર્થી મહિલા ઓફિસરને તાલીમ આપવામાં આવી હતી