સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આવેલી જે. વી. મોદી હાઈસ્કુલ ખાતે આજરોજ એસ. એસ. સી.ની પરીક્ષાનો શુભારંભ થયો. આ સંદર્ભે જે. વી. મોદી હાઈસ્કુલનું આ પરીક્ષા કેન્દ્ર સંભાળતાં ગૌરાંગભાઇ જોષીએ બાળકોને નિર્ભિક થઈને શાંત ચિત્તે પરીક્ષા આપવા અપીલ કરી હતી. આ પરીક્ષા દરમિયાન સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રીએ પણ શાળાની મુલાકાત લીધી હતી. એકંદરે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી..આજરોજ ગુજરાતી વિષયનું પેપર સરળ હોવાથી પરીક્ષાર્થીઓ પણ પરીક્ષા ખંડમાંથી બહાર નીકળતી વખતે હળવાફૂલ દેખાતાં હતાં.. જો કે આજરોજ ખાસ્સી ગરમી હોવાથી પરીક્ષાર્થીઓ હજુ તો પ્રવેશદ્વારની બહાર નીકળતાની સાથે તેના વાલીગણ સાથે ઠંડા પીણા, લચ્છી, આઈસક્રીમ, નાળિયેર પાણી પીને પરીક્ષા દરમિયાન લાગેલો માનસિક થાક હળવો કરતાં જોવા મળેલ. એકંદરે આજનું પ્રથમ પેપર ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં લેવાયું.
