કાર્યક્રમમાં અનેક અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા….
હાલ સમગ્ર ગુજરાતભરમાં શાળા પ્રવેશોત્સવના શાનદાર કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર પાદરડી ગામની પ્રાથમિક શાળા દ્વારા ગઈકાલે સંયુક્ત રીતે શાળા પ્રવેશત્સવ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં મુખ્ય મહેમાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક શ્રી જાડેજા સાહેબ તેમજ મહેમાનો દ્વારા દીપપ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ તકે ટીકર ગામના સરપંચ શ્રી જીતુભાઈ સોલંકી તથા ટીકર પ્રા. શાળા ના આચાર્ય શ્રી માલદેભાઈ તથા પાદરડી પ્રા. શાળાના આચાર્ય મનીષભાઈ જાવીયા તથા બંન્ને શાળાના શિક્ષકગણ તથા સી.આર.સી ના લાયજન ઓફિસર નીરવ સાહેબ તથા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો તથા આરોગ્ય વિભાગના ડૉ. મનીષભાઈ તિવારી સાહેબ,અશાવર્કર ના બહેનો તથા બન્ને શાળાના એસ. એમ. સી સભ્યો તથા મધ્યાહન ભોજનની બહેનો અને આજના તિથિ ભોજન ના દાતા સંજયભાઈ બંધિયા, જમનભાઈ દ્વારા પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.નિયામક શ્રી જાડેજા સાહેબ દ્વારા બાળકો ને કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો. તે ઉપરાંત ધો. 3 થી 8 માં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ મેળવનાર વિધાર્થીઓને મુખ્ય મહેમાનો દ્વારા પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પાદરડી પ્રા. શાળા ના આચાર્યશ્રી મનીષભાઈ જાવિયા સાહેબ દ્વારા પાણી બચાવો વિશે પોતાની પ્રેરક વાત લોકો સમક્ષ રજૂ કરી હતી.તેમજ પધારેલા મહેમાનો નો આભાર વ્યકત કર્યો હતો. ત્યારબાદ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ વેળાએ મુખ્ય મહેમાનો દ્વારા શાળા ના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને બંન્ને શાળાના વિધાર્થીઓ – વાલીઓ તથા ગ્રામજનો દ્વારા સફળ બનાવ્યો હતો.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી


