Gujarat

ડીસાના રામસણમાં વર્ષોથી હોળી પ્રગટાવાતી નથી

પાલનપુર
રામસણ ગામમાં અનેક લોકવાયકાઓના કારણે વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજદિન સુધી તોડવામાં આવી નથી. જેના કારણે ગામના લોકો હોળી પ્રગટાવતા નથી. વર્ષો પહેલા હોળી પ્રગટાવવા થી રામસણ ગામમાં બે વખત આગ લાગી હતી. જે બાદ ગામમાં ક્યારે પણ હોળી પ્રગટાવવામાં આવી નથી. પૂર્વજાે દ્વારા ચાલી આવતી આ પરંપરાને પણ ૨૧ મી સદીમાં પણ અકબંધ રાખવામાં આવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી હોળીની ઉજવણી હોલિકા દહનનો કાર્યક્રમ કરતા નથી. ગામમાં એક જગ્યા પર છાણાનો ધુવો કરી નવજાત શિશુઓને તેની ફરતે ફેરવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને અમે આજે તોડી નથી. આજે પણ ગામમાં હોલિકા દહનનો કાર્યક્રમ થતો નથી.રામસણ ગામમાં છેલ્લા ૨૦૦ વર્ષથી વધુ સમયથી હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવતો નથી. પૂર્વજાે દ્વારા જ હોલિકા દહન ગામમાં થતું ન હોઈ અત્યારે આધુનિક સમયમાં પણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *