યુવા કોળી સમાજનાં પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખીને રજૂઆત કરી…
ઊના – ભારત પાકિસ્તાન સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરવામાં આવતાં હોય છે ત્યારે આ માછીમારોને મુક્ત કરાવવા માટે યુવા કોળી સમાજ ગુજરાત નાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખી રજુઆત કરી હતી.
ગુજરાતનાં વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસ્તા કોળી સમાજ, ખારવા સમાજ તથા મુસ્લિમ સમાજ સહિતનાં અનેક પરિવારો માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે. આવા પરિવારો માછીમારી કરી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવતા હોય છે. અને માછીમારી તેનું આજીવિકાનું સાધન હોય ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા નજીક રોજીરોટી માટે માછીમારી કરતા હોય એ સમયે અજ્ઞાનતાના કારણે અથવા દિશાભાન ના રહેવાના કારણે બંને દેશોની સરહદ ઓળંગીને પાકિસ્તાન સીમામાં પહોંચી જતાં હોય છે. તેનાં કારણે સરહદ ઉલ્લંઘન બદલ આ માછીમારોને પાકિસ્તાની જેલોમાં કેદ કરવામાં આવતા હોય છે. બીજી તરફ ગુજરાતમાં તેમનો અજ્ઞાન અને અશિક્ષિત પરિવારોનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બની જતુ હોય છે. તેમજ આવા માછીમાર પરિવારોને ક્યાં વિભાગને રજૂઆત કે જાણ કરવી તેની પણ માહિતી હોતી નથી. ત્યારે આજે આવા પરિવારો અનેક મુશ્કેલી ઓનો સામનો કરવો પડી રહ્યો છે. આથી ભારત સરકાર દ્વારા પાકિસ્તાનની જુદી જુદી જેલોમાં કેદ ગુજરાતના માછીમારોની પાકિસ્તાનમાં સ્થિત ભારતીય દુતાવાસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે તેમજ આ માછીમારો વહેલી તકે માદરે વતન પહોંચે તેનાં માટે જરૂરી કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે તેવી આ માછીમારોના પરિવારોના હિતમાં રજૂઆત કરી પત્ર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તથા ભારતીય હાઈકમિશન સહિતનાં વિભાગને પાઠવ્યો હ તો.
