Gujarat

પાટણમાં સરસ્વતી તાલુકામાં કોરોના દર્દીની મુલાકાતે મામલતદાર સહિતની ટીમ પહોંચી

પાટણ
કોરોનાની ત્રીજી લહેરને લઈને અનેક કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સરસ્વતી તાલુકા મામલતદાર સહિતની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ સારવાર સહિત કોરોના સંક્રમણને અટકાવવા મામલતદાર રણાવસીયા સહિત તાલુકા હેલ્થ ઓફિસર સાથેની ટીમ દ્વારા ગ્રામજનોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. સરસ્વતી તાલુકા મામલતદાર રણાવસીયા, તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમે સરસ્વતી તાલુકાના અધાર, વાગડોદ અને સાંપ્રા ગામની રૂબરૂ મુલાકાત લઈ કોરોના સંકમિત દર્દીઓને મળ્યા હતા. તેમજ તેમનાં ખબર અંતર પૂછી કોરોનાની સારવાર અંગે માર્ગદર્શન આપી ગ્રામજનોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરી હતી.સાથે સાથે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ, કોરોના ટેસ્ટીંગની કામગીરી, માસ્ક ડ્રાઈવ, મેડિકલ કીટ વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

Patan-Nagar-Seva-Sadan-Patan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *