Gujarat

પાર્ટ ટાઈમ અધ્યાપકોને કાયમી નહીં કરાય તો કાળી પટ્ટી પહેરી શિક્ષણ કાર્ય કરાશે

અમદાવાદ
૩૦ માર્ચ ૨૦૧૭ના રોજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રીએ વિધાસભામાં જાહેર કરી હતી જે મુજબ તમામ પ્રાધ્યાપકોને કાયમી કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી ૧૪૫ પ્રાધ્યાપકોને જ કાયમી અધ્યાપક કરવામાં આવ્યા છે. જ્યારે નોન પીએચડી તમામ પ્રાધ્યાપકો હજુ કાયમી અધ્યપાક થયા નથી.જેને લઈને અધ્યાપક મંડળ દ્વારા વિધાનસભા અધ્યક્ષને રજુઆત કરવામાં આવી છે.અખિલ ગુજરાત ખંડ સમય અધ્યાપક મંડળ દ્વારા નોન પીએચડી અધ્યાપકોને કાયમી કરવામાં નહીં આવે તો અધ્યાપકો કાળી પટ્ટી પહેરીને શિક્ષણ કાર્ય કરશે. અધ્યાક મંડળનું કહેવું છે કે વિધાનસભામાં કરવામાં આવેલ જાહેરાતના અમલીકરણની ખાતરી કરવા માટે ગઠિત કરવામાં આવેલી સમિતિમાં પણ આ બાબત છેલ્લા પાંચ વર્ષથી સામેલ કરવામાં આવી નથી. આ બાબત માટે પણ વિધાનસભા અધ્યક્ષ અને ખાતરી સમિતિના અધ્યક્ષ વલ્લભ કાકડિયાને રજૂઆત કરવામાં આવી હતી. પાંચ વર્ષ પછી પણ પાર્ટ ટાઈમ પ્રોફેસરોને કાયમી કરવામાં નથી આવ્યાં.ગુજરાતમાં ૨૦૧૭ના વિધાનસભાના સત્રમાં કોલેજાેમાં ફરજ બજાવતા તમામ પ્રાધ્યાપકોને તત્કાલિન મંત્રી નીતિન પટેલે કાયમી કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ખંડ સમયના પ્રાધ્યાપકોને હજુ સુધી કાયમી કરવામાં આવ્યાં નથી.જેને લઈને અધ્યાપક મંડળ દ્વારા વિધાનસભા અધ્યક્ષને રજુઆત કરવામાં આવી છે.અખિલ ગુજરાત ખંડ સમય અધ્યપાક મંડળ દ્વારા નોન પીએચડી અધ્યાપકોને કાયમી કરવામાં નહીં આવે તો અધ્યાપકો કાળી પટ્ટી પહેરીને શિક્ષણ કાર્ય કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *