Gujarat

બહાદરપુર ખાતે એક ગાડીમાં અચાનક આગ ભભૂકી, બે શખ્સોનો આબાદ બચાવ થયો

છોટા ઉદેયપુર
છોટા ઉદેપુર જીલ્લાના બહાદરપુર ખાતે સાંજે એક અલ્ટો ગાડીમાં અચાનક આગ લાગતાં બે જણાનો આબાદ બચાવ થયો છે. જ્યારે ગાડી બળીને ખાક થઈ ગઈ છે. બહાદરપુર ગામના અનિલભાઈ ચંદુભાઈ પટેલ પોતાની ગાડી લઈને પોતાના એક મિત્ર સાથે ગોલા ગામડીથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે બહાદરપુર ગામની ફાટક નજીક ઉભેલી અલ્ટો સી.એન.જી. ગાડીમાં આગ લાગતાં ગાડીમાં સવાર બન્ને જણ ઉતરીને બહાર નીકળી ગયા હતા. ગાડીમાં આગ લાગતાં જ બોડેલી ફાયર ફાઇટરને ફોન કર્યો હતો પણ આવતા ખૂબ સમય લાગતાં ગ્રામજનોએ તેમજ સરપંચે ટેન્કરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ જાેત જાેતામાં ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. મહત્વની વાત એ છે આજદિન સુધી સંખેડા ખાતે ફાયર ફાઇટરની સુવિધા ન હોવાથી અવારનવાર આગ લાગવાના સમયે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *