બોડેલી નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય એ હેતુથી પોલીસ ઇન્સ્પેક્ટર સરવૈયા બોડેલી પોલીસ કાફલા સાથે. બોડેલી નગરના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી
આગામી આવનાર તહેવારો ને લઈને છોટાઉદેપુર જિલ્લા માં અને બોડેલી તાલુકા માં તંત્ર પણ પુર જોશમાં કામે લાગી ગયું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં વડોદરાની મુલાકાત લેવાના હોય તેને ધ્યાન મા રાખી બોડેલી પીએસઆઈ સહિત પોલીસ કાફલા સાથે બોડેલી નગરમાં ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ હેતુથી બોડેલી પોલીસ સ્ટેશનથી અલીપુરા ચાર રસ્તા થી બોડેલી એસટી ડેપો સુધી બોડેલી ના પી. એસ આઈ અને તેમના પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે. અને કોઈ અનિ્છીય બનાવ ના બને તને ધ્યાન માં રાખી ફ્લેગ માર્ચ યોજાઈ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


