Gujarat

મહામંડલેશ્વર ૧૦૦૮ સદગુરુદેવ ભગવાન હરિચરણદાસજી શ્રી નુ ૧૦૦ વર્ષ ની લીલા નુ  જીવન જરમર ટુંક માં.. સંકલન ડૉ યોગેશ વસાણી દ્વારા

 ગિરગઢડા
   ભરત ગંગદેવ.
ભારત વર્ષ મા લાખો સેવક ભક્ત વર્ગ ધરાવતા અવતારી પુરુષ હુ તો ભગવાન નો અંશ માનું છું જેમણે શરીર થી ૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ છે એવા અમારા ભગવાન પ. પૂ. સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજ ના જીવન વિષે હુ શું લખી શકું, સૂર્ય સામે નાનો દીવો ધર્યા પ્રમાણે કહેવાય, વર્ણવી ન શકાય, લખી ન શકાય, છતાં આજ લખવું પડેલ છે, જેમ પ્રભુ શ્રી રામજી ના લીલા ગુણગાન વિશે માં સરસ્વતિ લખવા મા ટૂંકા પડે તેવું આપણા સદગુરુ ભગવાન નુ જીવન ચારિત્ર ગંગા સમાન આ પવિત્ર ઝરણું ભારતની પાવન ભૂમિ પર વહી રહેલ છે, આવા નિર્મળ, સહજ સ્વભાવ, સેવા ના ભેખ ધારી, બીજા ના દુઃખે દુઃખી, સંત સ્વરૂપે અવતરેલ પ પૂ. સદગુરુદેવ યુગોમાં ક્યારેક કોઈક અહૈતુક કૃપા કરવા પધારે છે, આપણી માનવ જાત નુ અે સૌભાગ્ય છે, ભક્તો ઉપર આવતી પીડા ઓળખી જાય અને પર પીડા ને પોતાની પીડા સમજી દુખ્યા ની પીડા હરી પોતાના પર લઈ લેતા, જેમના દર્શન સાનિધ્ય, કૃપા, અને કરુણા દૃષ્ટિ ની અનુભૂતિ એ અમારા જીવનસાર્થકતા નુ સર્વે ભક્તો નુ સદભાગ્ય અને ખાસ તો અમે કાયમ ભગવાન શ્રી ના સાનિધ્ય મા રહ્યા અે અમારું વિશેષ સદભાગ્ય છે.
મોટા ગુરુદેવ ના સાનિધ્ય અને વિચાર,  પ્રમાણે હંમેશા રહેતા આપણા સદગુરુ રોટી નો મહિમા સમજાવ્યો છે ઈંટ પે ઈંટ ચડવા ને બદલે રોટી પે રોટી ચડાવો નો મહિમા રાખેલ એવા આપણા ગુરુદેવ મંદિરો બાંધવા કરતા માનવ મંદિર વધુ બાંધેલા છે, માનવ મંદિર એટલે હોસ્પિટલ, લાઈબેરી, ગુરુકુળ, ધર્મશાળા, સદાવ્રત, ગૌ શાળા અનેક આશ્રમો મા ચાલુ કરેલ છે ગોંડલ, પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણ પ્રયાગ, અયોધ્યા, બનારસ, ગોરા નર્મદા કિનારે, વગેરે જગ્યા અે સાધન, ભજન, માનવ સેવાયજ્ઞ વિસ્તરતા રહ્યા છે, અને મોટા ગુરુદેવ સાથે વવાયેલ દર્દીઓ ની સેવાના બીજ અંકુરિત થયા, નેત્રયજ્ઞ ની દિવેટ સંકોરીને મસાલ સ્વરૂપે વિરાટ રૂપ આપી અકલ્પ્ય મોટી હૉસ્પિટલ નુ નિર્માણ કર્યું છે, આંખો નો વિભાગ, નિમિત્ત બન્યો વિવિધ રોગો હૃદયરોગ, સર્જરી, મેડિસન, ઓર્થોપેડીક, પિડીયાટ્રિક, ગાયનેક, ફિજીઓથેરાફી, ડેન્ટલ, સ્કિન, આયુર્વેદ, એવા અનેક વિભાગ ચાલુ કરેલ છે અને કિડની, બ્રેઇન વગેરે ટૂંક સમય માં ચાલુ કરી રહેલ છે, ભારત ભર ના ખ્યાતનામ ડૉક્ટર ના કેમ્પો નુ વખતો વખત આયોજન થતું રહે છે, આ ગુરુદેવ ની માનવ સેવા દર્દી નારાયણ ની અજોડ સેવા છે, આદિવાસી વિસ્તાર માં બાળકો ને અભ્યાસ સંસ્કાર કેન્દ્ર, રહેવા જમવા નું વિના મૂલ્યે, વારંવાર કીટ વિતરણ, આવા અનેક સેવાકીય પ્રવુતિ સતત ચાલે છે, કોઈ પણ કુદરતી આપતી વખતે અનાજ વસ્ત્ર અને જરૂરિયાત ની વસ્તુઓ પહોંચાડવા ની સેવા હમેંશા ચાલતી રહે છેઃ, કુંભ ના મેળા ઓ વખતે પ્રસાદ, રસોડા મા લાખો માણસો ને પ્રસાદ પ્રાપ્ત થાય છે, પ્રતિ વર્ષ દ્વારકા મા ધ્વજા રોહન, પ્રતિ વર્ષ ચૈત્રી નવરાત્રી ની અતિ ધાર્મિક પર્વ ની ઉજવણી ભાગવત, રામાયણ, મોટા મોટા યજ્ઞ પ્રતિ વર્ષ, હનુમાનજી જયંતિ, રામનવમી, જન્માષ્ટમી, મોટા ગુરુદેવ જન્મ જયંતી, મોટા ગુરુદેવ નિર્વાણ દિન , વગેરે ભાવ અને ધામ ધૂમ થી ઉજવણી મહા પ્રસાદ, વારંવાર ધર્મ પ્રચાર અર્થે ભક્તો સાથે યાત્રા સંઘ નુ આયોજન, પ્રતિ દિન ગૌસેવા, સંત સમેલન, કાષ્ઠ મૌન વગેરે વગેરે…
પરમ પૂજ્ય શ્રી સદગુરુ દેવ શ્રી આ ભારત ભૂમિ  પર માનવ શરીર ધારી અવતારી પુરુષ છે પરમ કૃપાળુ પરમાત્મા પોતાના કર્યો કરવા પોતાના અંશ ને માનવ શરીર ધારણ કરવા પ્રેરે છે અને આવા અંશ અવતાર સંત નુ રૂપ ધારણ કરી અનેક માનવ લીલા સેવા કર્યો ની જ્યોત પ્રગટાવે છે, જે મહાન સંત નુ લક્ષ, આવી ધારણા બની જાય, તે નર નથી પરંતુ સાક્ષાત રૂપ માં નારાયણ જ છે, આવા સંત મારા ગુરુદેવ ભગવાન ને વારંવાર વંદન,
આવા અવતારી પુરુષ શરીરધારી , ભગવતસ્વરૂપ, આપણા પૂજ્ય શ્રી સદગુરુ દેવ શ્રી હરિચરણદાસજી મહારાજ નો જન્મ સં. ૧૯૨૧ માં ચૈત્ર માસ ના સુદ છઠ ના દિવસે ગામ: પજીઅરતાં, જિલ્લો: મોતિહાર, રાજ્ય: બિહાર માં એક પવિત્ર બ્રાહ્મણ પરિવાર માં પિતા : શ્રી આનંદ મિશ્ર, ને માતા : ચંદ્રિકાજી, ને ત્યાં થયેલ, ભગવાનશ્રી નુ જન્મ સમયે નામ અપાયું હતું હરિશ્ચંદ્ર મિશ્ર, આગળ જતા આપણા સદગુરુ દેવ શ્રી હરિચરણદાસજી નામ થી ઓળખાયા, આપણા ગુરુદેવ ના બાળપણ ની શરૂઆત જ પરમતત્વની ઉપાસના તરફ ની શરૂ થઈ, સદગુરુ દેવ ની અતિ નાની ઉંમર ની અવસ્થા મા માતા પરલોકવાસી થાય, આ સમયે એમનું લાલન પાલન તેમના પિતામહ શ્રી દામોદર મિશ્ર દ્વારા થતું રહ્યું અને ભક્તિ ના બીજ વવાતા ગયા, વિસ્તરતા રહ્યા, જે હેતુથી તેમણે જન્મ ધારણ કર્યો છે તે હેતુ તો જન્મતાની સાથે જ પ્રગટ થતો જતો હતો, પૂર્વ સંસ્કાર અનુસાર બાલ્યાવસ્થા થી જ સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ પણ વિકસતો ગયો, સાથે ગરીબી અવસ્થા નો સંઘર્ષ પણ એક સાધન તરીકે સહયોગી બન્યો, અનેક સંઘર્ષો નો સામનો કરતા કરતા અધ્યયન પણ વધતું ગયું, આમ એક પછી એક કરતા ૧૯૪૦ ની સાલમાં કાશી પોહંચ્યા ત્યાં અધ્યયન કાર્ય માં જોડાયા, શાસ્ત્રો નો અભ્યાસ વધતો ચાલ્યો આમ સદગુરુ દેવ શ્રી ની આ આત્મ ખોજ ની યાત્રા આગળ ધપતી રહી અને શાસ્ત્ર નો અભ્યાસ વધતો ચાલ્યો, ગુરુદેવ ના મન માં સતત એક ભાવ રમતો હતો કે જો મન વિકાર છોડી ને હરી ભજન માં લાગી જાય તો આ ભ્રાંતિ રૂપી સંસાર અનાયાસે છૂટી જાય મન મા દ્રઢ ભાવ હતો કે સંસાર નાશ જ ઈશ્વર ની પ્રાપ્તિ અને મુક્તિ છે, તેઓ સમજતા હતા કે પ્રત્યેક વસ્તુ માયા બંધન ના સાધન છે, આમ ગુરુદેવ પરમ ન પામવા આત્મ જ્યોત ને ઉજાગર કરવા લાગ્યા, ૧૯૪૨ મા ભારત છોડો આંદોલન વખતે પિતાજી અે ગુરુદેવ ને કાશી થી ઘરે બોલાવી લીધા, આ વખતે થોડો સમય પરિવાર સાથે ગળ્યો પરંતુ ભગવત ભકિત સતત ચાલતી રહી, ૧૯૪૪ મા પિતામહ દામોદર મિશ્ર પ્રભુ નારાયણ નુ સ્મરણ કરતાં કરતાં સ્વધામ પધાર્યા, આ સમયે ગુરુદેવ બિલકુલ વિરક્તિ નો અનુભવ કરવા લાગ્યા, કે અનંત બ્રહ્માંડ, તેમાં પૃથ્વી, તેમાં મારો દેશ, મારું એક નાનું ગામ, અને તેમાં મારો પરિવાર, એક સંસાર ઘર બનાવો શું ગણત્રી મા છે, આ સંસાર સાથેનો નાતો, પરિવાર સાથે માયાતિત જગતના સબંધો નો અર્થ કેટલો? અને આવા મનોમંથન ને અંતે કાયમ ઘર નો ત્યાગ કર્યો, પેલા પટના આગ્રા ની વચ્ચે શૌણભદ્ર નદી ના કિનારે એક સંત પાસે રહી ને શાસ્ત્ર નો અભ્યાસ કરેલ, પરંતુ અે સમયે ફરી ભગવત દર્શન ની અભિલાષા થી વિચાર બદલ્યો મન મા વિચાર આવ્યો કે ગુરુ વિના જ્ઞાન ની પ્રાપ્તિ નહિ થાય આમ સમજી ને ગુરુ ની શોધ માં કાશી તરફ પ્રયાણ કર્યું, કાશી અસી ઘાટ પાસે એક સંત ના આશ્રમ માં રહી ને ફરી શાસ્ત્ર નુ અધ્યયન અને ભજન કરવા લાગ્યા, એક વખત કાશી વિશ્વનાથ મંદિર મા ભગવાન શિવજી નો જાપ કરતા હતા ત્યારે હૃદય ભાવ જગત મા આદ્ર બન્યું, આંખ મા અશ્રુ ધારા વહેવા લાગી અને મનોમન પ્રાર્થના શરૂ થઈ કે હે પ્રભુ મને રસ્તો બતાવો, આ આર્તનાદ પૂરો થયો કે પ્રભુ શિવજી પાસે થી આદેશ ની અનુભૂતિ થઈ તુરતજ બધું છોડી ને ભગવત શરણ કરો, બધું ઠીક થઈ જાશે, અને તે જ દિવસે એક વસ્ત્ર અને એક જલપાત્ર લઈને ગંગાજી ના કિનારે નીકળી ગયા અનેક સંકટો વચ્ચે ગંગાજી ના કિનારે પ્રભુ નુ સ્મરણ કરતા કરતા પ્રયાગ તરફ ચાલી નીકળ્યા, ભગવાન નુ સ્મરણ કરતાં કઠણ યાત્રા ને અંતે આઠ દિવસે પ્રયાગ પોહનચ્યાં, ગુરુદેવ શ્રી અે દૃઢતા થી એક પ્રણ લેવાયું કે આ પ્રયાગ ના કિનારે જ મને ગુરુ મળશે નહિ થાય તો અહી મારું શરીર છોડીસ, દિવસ પૂરો થયો સંધ્યા સમયે એક કમંડળ ધારી એક સંત આવ્યા એને પૂછ્યું બાળક તું કોણ છો અને અહીંયા કેમ બેઠો છો?
બાળક સ્વરૂપ ગુરુદેવ જવાબ આપ્યો હુ બ્રાહ્મણ પુત્ર છું મારે સાધુ બનવું છે અને ગુરુ ની ખોજ મા નીકળ્યો છું, સંતે પૂછ્યું શું અહી ગુરુ મળી જાસે? બાળક કહે મને વિશ્વાસ છે ચોક્કસ મળશે, અે સંતે હસી ને કહ્યું હુ પણ બ્રાહ્મણ કુલ મા જન્મેલ છું સાધુ છું, તપસ્વીજી ની છાવણી મારી ગુરુ છાવણી છે જો તારી ઈચ્છા હોય તો હુ તને દીક્ષા આપુ, બાળકે કહ્યું હુ આપની પાસે જરૂર થી દીક્ષા લઈશ પણ બાદ મા આ સંતે સાધારણ રીતે દીક્ષા આપી હરિશ્ચંદ્ર માંથી હરિચરણદાસ નામ આપ્યું, સંતે બાદ મા આદેશ આપ્યો સરયૂ કિનારે જઈ ભજન કરો, ત્યાં પૂર્વ ના સંત મળ્યા સમજાવી ને સરયૂ ના કિનારે આશ્રમ જગ્યા ની સગવડતા કરી ને રાખ્યો અે ગુરુદેવ અે જણાવેલ, એક રાત્રે ચિત્રકૂટ તરફ પ્રયાણ ધીમે ધીમે ગુરુદેવ નુ પરમ તરફ નુ ભકિત જ્ઞાન નુ સોપાન આગળ વધતું ચાલ્યું , ચિત્રકૂટ અનસુયા આશ્રમ પ. પૂ. શ્રી રણછોડદાસજી મહારાજ નુ સાનિધ્ય પ્રાપ્ત થયું, એમના આશિર્વાદ અને કૃપા થી ભજન, સાધના, તપ, વધતા ચાલ્યા, મોટા ગુરુદેવ ના શિષ્યત્વ પામ્યા બાદ તેમના માર્ગ દર્શન દ્વારા અભ્યાસ અને ભજન મા ઉતરોતર વૃદ્ધિ થતી રહી, સન. ૧૯૫૦ માં પ. પૂ. શ્રી સદગુરુ દેવ દ્વારા નેત્ર યજ્ઞ નુ આયોજન તેમના આ માનવ સેવા યજ્ઞ કાર્ય માં સેવા આપવા નુ ગુરુદેવ ને થયું ત્યારથી ગુરુદેવ ના આજની રામ હોસ્પિટલ ના બીજ વાવાયેલ અે આજ વટ વૃક્ષ સ્વરૂપે છે,
મોટા ગુરુદેવ અે એક પ્રસંગે ગુરુદેવ ને આશીર્વાદ આપેલ’ ઇતના ત્યાગ હૈ તો ઇતના મિલેગા કી સંભાલ નહિ પાએંગા’ પૂજ્ય મોટા ગુરુદેવ ના આ શબ્દો સાર્થકતા ની તમામ સીમા ઓ હાલ પાર કરી ચૂક્યા છે, ગુરુદેવ ના સાનિધ્ય મા સાધના ભજન સાથે બદ્રીનાથ ની યાત્રા ના આયોજન માં સાથે રહ્યા થોડા સમય વીત્યા બાદ ગોંડલ મા એક રામજી મંદિર હતું જે એક વખત ના ગિરનાર મા બિરાજતા સંત જાનકી દાસજી દ્વારા બનેલ, બાદ મા આ સંતે મંદિર છોડ્યું તો મંદિર ટ્રસ્ટી શ્રી હરિભાઈ આડતિયા ની નમ્ર પ્રાર્થના સ્વીકારી પૂજ્ય મોટા ગુરુદેવ અે તેમની વિનંતી સ્વીકારી બાદ મા આપણા ગુરુદેવ અે રામજી મંદિર સાંભળ્યું મોટા ગુરુદેવ ની આજ્ઞા થી, સમયે સમયે વિકાસ થતો રહ્યો સાધુ સંતો અને મુંડિયા ને રોટી અને વિશ્રામ મળવા લાગ્યો ભજન નો ભાવ વિસ્તરતો ગયો અને બીજા આશ્રમો સ્થાનો વિકસતા રહ્યા અને ત્યાં પણ રામ રોટી ચાલુ કરેલ હાલ મા અનેક આશ્રમો મા ભજન અને ભોજન ચાલુ છે ૧૯૫૫ મા હરિચરણદાસજી મહારાજ શ્રી ગોંડલ પધાર્યા, ત્યારથી ગોંડલ આશ્રમ નુ સંચાલન કરે છે, ૧૯૬૮ મા મોટા ગુરુદેવ ને વીરપુર ના ગાડીપતિ શ્રી ગિરધરરામજી ભગતે આવી ને પ્રાથના કરી કે વીરપુર મંદિર બદ્રીનારાયણ મા એક ધર્મ શાળા તથા અન્નક્ષેત્ર ચાલુ કરવા માંગે છે તો આપ કરી આપો ત્યારે મોટા ગુરુદેવ શ્રી અે આપણા ગુરુદેવ ને બોલાવી કહ્યું તમારે ચિત્ર કુટ આવવા નુ છે પૂજ્ય ગુરુદેવ શ્રી મોટા ગુરુદેવ ની આજ્ઞા નુ પાલન કરવા રામ નવમી કરવા ચિત્રકૂટ ગયા ત્યાં ગુરુદેવ ને બોલાવી કહ્યું કે બદ્રીનારાયણ ના રસ્તા મા એક અન્ન ક્ષેત્ર ચાલુ કરવું છે જેથી યાત્રાળુ, સાધુ સંતો ને ભોજન અને વિશ્રામ મળે ત્યાં સાધુ સંતો ને ભોજન માટે કષ્ટ પડે છે તમે ત્યાં જઈ ને સગવડતા કરો અને વીરપુર થી આવેલ પૈસા આપ્યા બાદ મા આપણા ગુરુદેવ શ્રી અે ત્યાં જલારામ અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજ સુધી વીરપુર અને મોટા ગુરુદેવ ની કૃપા થી આપણા ગુરુદેવ સંચાલન કરી રહેલ છે આવા આપણા પરબસ જીવ, સ્વબસ ભગવંતા, આવા યુગ પુરુષ, અવતારી પુરુષ પ. પૂ સદગુરુ દેવ ભગવાન હરિચરણદાસજી મહારાજ ને કોટી કોટી વંદન
સંકલન – ડૉ યોગેશ વસાણી અમરનગર
(ગુરુદેવ શ્રી ના કૃપા પાત્ર શિષ્ય)

IMG-20220328-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *