રિપોટર : નિસાર શેખ મહુધા
મહુધા શહેર પટેલવાડી ખાતે મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા મહુધા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજયસિંહ મહિડા ની અધ્યક્ષતામાં પરિચય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે મધ્ય પ્રદેશના શિક્ષણ મંત્રી ઈન્દર પરમાર, મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા,મહુધા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ પ્રમુખ વિધી બેન પટેલ,ડો.હંસરાજ ભાઈ પટેલ,નગરપાલિકા પુર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ,જિલ્લા કારોબારી સભ્ય બસીર મીયા મલેક તથા નગરપાલિકા ઉમેદવારો, શહેર ભાજપ સંગઠન ટીમ,તમામ મોરચા પ્રમુખ તેમની ટીમ સાથે,શકિત કેન્દ્ર પ્રમુખ, પ્રભારી,જિલ્લા હોદ્દેદારો તેમજ અગ્રણી મહાનુભાવો અને કાર્યકરો હાજર રહ્યા હતા


