Gujarat

મહેસાણાના આંબલિયાસણના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ

મહેસાણા
મહેસાણાના આંબલિયાસણ ગામનો એવનજી ગાભાજી ઠાકોર ગત ૧૪ મેની ગામની એક યુવતીના ઘરે જઇ યુવતી અને તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીને બાઇક પર બેસાડી લઇ ગયો હતો. અપહરણ બાદ એવનજી યુવતિને ભાસરીયા ચોકડીથી મહેસાણા જતા રોડ ઉપર કોઇ અજાણી જગ્યાએ ખેતરમાં લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ ભોગ બનનાર યુવતીને વિજાપુર લઇ જઇ ત્યાંથી એસટી બસમાં ચોટીલા લઇ ગયો હતો. ચોટીલા બસ સ્ટેન્ડમાં રોકાણ કરી યુવતીનું ફરી એકવાર શારિરિક શોષણ કર્યું હતું. ગત ૧૬ મેના રોજ યુવતી સાથે ચોટીલાથી વિજાપુર આવ્યા બાદ ભોગ બનનાર યુવતિને બાઇક પર તેના ઘરે ઉતારી એવનજી ઠાકોર ભાગી ગયો હતો. આ મામલે ભોગ બનનાર યુવતીએ લાંઘણજ પોલીસ મથકે શખ્સ વિરૂધ્ધ એટ્રોસીટી અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ છે.મહેસાણાના આંબલિયાસણ ગામનો શખ્સ દસેક દિવસ અગાઉ ગામની એક યુવતીને તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી ભગાડી ગયો હતો. યુવતીને ૨ દિવસ સાથે રાખી અલગ-અલગ જગ્યાએ ૨ વખત દુષ્કર્મ આચરી ઘરે પરત મુકી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *