Gujarat

માંગરોળ અનુસુચિત જાતી સમાજ દ્વારા માનદાસબાપુ ની મઢી ખાતે સ્નેહ મીલન યોજાયું,,, 

માંગરોળ માનદાસ બાપુ ની મઢી ખાતે  તાલુકા અનુસુચિત જાતી સમાજ નું સ્નેહ મીલન યોજવામાં આવેલ જેના તાલુકાના સમાજના આગેવાનો જોડાયા હતા તેમા આગેવાનો દ્વારા ખાસ જણાવવામા આવ્યુ હતું કે સમાજમાં ચાલતા કુરિવાજો ને બંધ કરવા અને દીકરી દીકરાના લગ્નનોમાં થતા ખોટા ખર્ચ બંધ કરવા અને તમામ અનુસૂચિત જાતી સમાજના લોકો એક થઈ સમાજને પડતી મુશ્કેલીઓ દૂર કરવી અને ખાસ શિકક્ષણ પર ભાર મૂકી વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી કોચિંગ કલાસ શરૂ કરવા ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો હતો,
અંતે ખાસ માંગરોળ બંદર નગર પાલિકા દ્વારા બનાવવામાં સ્મશાન સ્વર્ગસ્થ સોમજીભાઈ રાજાભાઇ ગોહેલ દ્વારા ખૂટતી રકમ ખર્ચ કરી કામ પૂર્ણ કરી સ્મશાનમાં બનાવવામાં હોલની ચાવી તાલુકાના અનુસુચિતજાતી ના અગેવાનો સમક્ષ દેવેન્દ્ર ભાઈ ગોહેલ દ્વારા સમાજને સુપ્રત કરવામાં આવેલ,
આ પ્રસંગે માંગરોળ અનુસૂચિત જાતિ સમાજના માંગરોળ તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજની ચિંતા વ્યક્ત કરી હતી અને સ્વર્ગસ્થ સોમજીબાપાની યાદી રૂપે સમાજને યોગદાન આપ્યું તેબદલ બે મિનિટનું મૌન પાડી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી,
અને આવનાર સમયમાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓને તૈયારી માટે સ્પર્ધાત્મક નવું બીલ્ડીંગ બનાવવા વિચારણા કરવામાં આવેલ
આતકે માંગરોળ તાલુકા અનુસૂચિત જાતિ પ્રમુખ મનીષભાઈ ગોહેલ, જૂનાગઢ જિલ્લા પંચાયત ચેરમેન જીવાભાઈ સોલંકી, દલિત તાલુકા સમાજ પ્રમુખ જ્યંતીભાઈ ચાંનપા, પૂર્વ તાલુકા સદસ્ય અને હાલ આંત્રોલી સરપંચ ભનુભાઈ પરમાર, એડવોકેટ માધવજી ખાણીયા, મુળુભાઈ ચૌહાણ, દેવેન્દ્ર ગોહેલ (ડેવીડ), ભરત પરમાર, હરસુખભાઈ ગોહેલ, સહિતના અગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,,
રીપોર્ટર,, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

20221102_190345.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *