Gujarat

માંગરોળ તાલુકાના વોર્ડ ૬ થી ૯ના લોકો માટે તા.૬ ના રોજ સેવાસેતુ યોજાશે

માંગરોળ તાલુકાના વોર્ડ નંબર  ૬ થી ૯ ના લોકો માટે   તા.૬ ઓગસ્ટ ના રોજ નગરપાલિકા કચેરી માંગરોળ ખાતે સવારના  ૯  કલાક  થી સેવાસેતુ કાર્યક્રમ  યોજાશે. જેમાં લોકોને લાભ લેવા નિવાસી અધિક કલેકટરશ્રી જૂનાગઢ દ્વારા જણાવાયું છે.  રાજ્ય સરકાર દ્વારા લોકોના પ્રશ્રનોનો ત્વરીત ઉકેલ લાવવાતેમજ એક જ સ્થળે ૫૬ જેટલી સેવાઓ આપવા સેવાસેતુનો અભિગમ અપનાવાયો છે. જેથી લોકોને અલગ-અલગ કચેરીમાં જવામાંથી મુક્તિ મળવા સાથે નિયત સમયમર્યાદામાં લોકોના પ્રશ્નો-અરજીઓનું નિવારણ કરી શકાય.વિવિધ સહાય મેળવવા ઇચ્છતા લોકોએ પોતાના આધાર પૂરાવા સાથે હાજર રહેવા એક અખબારી  યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *