માંગરોળ શહેરમા ગણેશ મહોત્સવ લઇને અનેરો આનંદ અને ઉત્સાહ ગણેશ ભક્તો દ્વારા દરિયામાં વિસર્જન કરવામાં આવેલ
માંગરોળ ગણેશ ચતુર્થીના દિવસે નગરમાં વિવિધ સ્થળે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી જેમા અગિયાર દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના ભક્તિ ભાવ પૂર્વક કરવામા આવી હતી શહેરમા છ જેટલા સાર્વજનિક ગણપતી દાદા ના પંડાલો મા થી તેમજ ઘરોમા સ્થાપન કરેલી દાદા ની નાની મોટી મુર્તીઓ ટેકટર ટ્રક રીક્ષા જેવા વાહનો મા બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા ભારે ઉત્સાહ અને ભક્તિભાવ થી નીકળી હતી ગણેશ વિસર્જનના રૂટ પર ગણેશ ભકતોઓ એ ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તુ જલ્દી આ. ના નાદથી વાતાવરણ ગુંજાઈ ઉઠવા સાથે ઢોલ – શરણાઈ ના સુર રેલાતા હતા તો ક્યાંક ડી.જે .ના તાલે ગણેશ ભકતો રસ્તાઓ મા ગરબા રમતા રમતા ઝૂમી રહ્યા હતા અને તાલાળા ના સિદી બાદશાહ ના ગૃપે ઘમાલ નૃત્ય એ જબરુ આકર્ષણ જમાવ્યું હતું. સતત અગિયાર દિવસ ની પુજા આરાધના બાદ ગણેશજી ની શાસ્ત્રોક વિધિ સાથે દરિયામાં પધરામણી કરાઈ હતી,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ