માંગરોળ માળીયા ૮૯ વિધાનસભા સીટ પર લઘુમતી સમાજ હંમેશા કિંગ મેકર રહ્યો છે તેમજ માંગરોળ હંમેશાં કોંગ્રેસનો ગઢ રહ્યો છે પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા આ સીટ પર વર્ષોથી જીતતા હતા અને સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
આ સીટ પર લઘુમતી સમાજના ૫૧ હજારથી પણ વધુ મત ધરાવે છે અને હંમેશા કૉંગ્રેસ ની પડખે ઉભો રહ્યો છે.
આ વખતે ચાલુ ધારાસભ્ય બાબુભાઈ વાજા ફરીથી રિપિટ કરવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે.
બાબુભાઈ વાજા પ્રજા ના સંપર્કમાં ન હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહયો છે,,
તેમજ માળિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેમની લોક ચાહના નહીવત પ્રમાણમાં છે.
એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં પણ ધારાસભ્ય બાબુભાઈ વાજા ની લોકચાહના નહીવત છે.
આ વખતે માંગરોળ નગરપાલિકાના છેલ્લા બે ટર્મથી પ્રમુખ અને સમગ્ર પંથકના મુસ્લિમ અગ્રણી મોહમ્મદ હુસેન ઝાલાએ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે તેમજ અન્ય હિન્દૂ સમાજો તરફથી પણ તેમને ટેકો મળી રહ્યો છે ..
દર વખતે લઘુમતી સમાજનો વોટબેંક તરીકે ઉપયોગ થાય છે ત્યારે આ વખતે પાર્ટીમાંથી ટિકિટ નહીં આપવામાં આવે તો લઘુમતી સમાજના એક કદાવર નેતા અપક્ષ દાવેદારી નોંધાવશે તેઓ અંગત વર્તુળોમાં જાણવા મળી રહ્યું છે.
થોડા દિવસો પહેલા ગીર સોમનાથ કેશોદ અને માંગરોળના મુસ્લિમ આગેવાનોની ગુપ્ત મીટીંગ યોજાય હતી જેમાં લઘુમતી સમાજને ટિકિટ આપવામાં ના આવે તો *3 સીટો પર લઘુમતી સમાજ ખેલ બગાડી શકે છે અને બળવો થાય અને રાજીનામા પડે તેવી પણ સંભાવના છે..*
લઘુમતી સમાજ દ્વારા દાવેદારી કરી હોવા છતાં પ્રદેશના નેતાઓ દ્વારા નોંધ લેવામાં આવી નથી..
જેથી ડેમેજ કંટ્રોલની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ત્રણ સીટો ગુમાવવાનો વારો આવશે.
જો પ્રદેશ કક્ષાએ આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવે તો ૩ સીટો ગુમાવામાં આવે તેવી સંભાવના છે..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
