Gujarat

રખડતા ઢોર અંગેના નવા કાયદામાં ઢોર માલિકને સજા અને દંડ કરવા વિચારણા

અમદાવાદ
ગુજરાતમાં દિવસેને દિવસે રખડતા ઢોરના ત્રાસ વધી રહ્યો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ નારાજગી દર્શાવી છે. ત્યારે હવે લોકોને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ આપવા માટે રાજ્ય સરકારે નવા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. જેનો અભ્યાસ અને સંશોધન કર્યા બાદ કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે.આ મામલે રાજ્ય સરકાર વતી ગુજરાત હાઇકોર્ટમાં જાણકારી આપવામાં આવી છે. હાલ આ ડ્રાફ્ટ વિધાનસભા કમિટી સમક્ષ છે. શહેરી વિસ્તારોની હદથી દૂર અલગ વસાહતો અને ઢોરવાડા બનાવવા અંગે પણ રાજ્ય સરકારની વિચારણા છે.આ કાયદામાં પશુઓના ગળામાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ટેગ લગાવવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરો અને નગરોમાં અલગ-અલગ ઝોનને નો કેટલ ઝોન જાહેર કરી શકે છે. આ મામલે જાણકારી આપતા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય સરકારી વકીલ ‘મહારાષ્ટ્રમાં રખડતા પશુઓ મામલે જેમ કાયદા છે, તેના જેવો કાયદો ગુજરાતમાં આવવા જઈ રહ્યો છે, જેમાં રસ્તે ચરતા પશુઓ- ઢોરને લગતી તમામ બાબતોનો સમાવેશ કરી લેવામાં આવશે. અગાઉની સુનાવણીમાં રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ નિવેદન કર્યું હતું કે, રખડતાં ઢોરના ત્રાસને દૂર કરવા માત્ર ઝડપથી કાયદો લવાશે. આ મામલે ડ્રાફ્ટ એક્ટ તૈયાર થઈ ગયો હોવાની જાણ પણ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી હતી.એડવોકેટ નિલય પટેલ દ્વારા પાર્ટી ઇનપર્સન તરીકે કરવામાં આવેલી અરજીમાં રખડતા ઢોરના કારણે ઉભી થતી સમસ્યાની સાથે-સાથે જાહેરમાં તેમને છોડી મૂકવામાં આવતા બિન આરોગ્યપ્રદ વસ્તુઓ આરોગતા જાેખમકારક સાબિત થાય છે. ન માત્ર તે પશુઓ પરંતુ તેના દૂધ થકી લોકો માટે પણ તે હાનિકારક સાબિત થઈ શકે છે તેવી રજૂઆત કરવામાં આવી છે. પશુઓ બિન આરોગ્યપ્રદ ખોરાક અને પ્લાસ્ટિક ખાય છે’ધ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ ધ એનિમલ એક્ટ’, પ્રમાણે કેટલાંક પશુ માલિકો દ્વારા ગાયો માટે આહાર પાણી તથા રહેવાની વ્યવસ્થા પણ ન કરવામાં આવતી હોવાની રજૂઆત અરજદારે કરી છે. આ ઉપરાંત પશુ માલિકો ઘણીવાર તેને ચડવા માટે છૂટા મૂકી દે છે. જેના કારણે અકસ્માત થવાની સમસ્યા પણ અવારનવાર જાેવા મળી રહી છે. જેના કારણે તે બિન આરોગ્યપ્રદ ખોરાક અને પ્લાસ્ટિક ખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *