રાજકોટ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, રૂપિયા ૩૬૦ કરોડના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ કલેક્શનના લક્ષ્યાંક સામે મંગળવાર (૩૧ મે) સુધીમાં તેણે ૨.૬૫ લાખ કરદાતાઓ પાસેથી રૂપિયા ૧૫૭.૫ કરોડ એકત્ર કર્યા હતા. નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ટેક્સ વસૂલાત માટે આ રકમ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે. રાજકોટ સિવિક બોડીએ ૩૧ મે સુધીમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ પેમેન્ટ માટે ૧૦ ટકા રિબેટ અથવા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું. મહિલા પ્રોપર્ટી ધારકોના કિસ્સામાં, ડિસ્કાઉન્ટ ૧૫ ટકા હતું. જાેકે આ યોજના જૂન મહિના સુધી ચાલુ રહેશે, કરદાતાઓને બંને શ્રેણીઓમાં ૫ ટકા ઓછું ડિસ્કાઉન્ટ મળશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ૩૧ મેના અંત સુધીમાં એકત્રિત કરાયેલા ૧૫૭.૭૫ રૂપિયામાંથી ૯૨.૧૬ કરોડનો ટેક્સ ઓનલાઈન ચૂકવવામાં આવ્યો હતો. ૨.૬૫ લાખ એડવાન્સ કરદાતાઓએ મેળવેલ કુલ ડિસ્કાઉન્ટ લગભગ રૂપિયા ૧૬ કરોડ હતું. સોમવારના રોજ ૯,૦૩૯ કરદાતાઓએ ઇસ્ઝ્રને ટેક્સ તરીકે રૂપિયા ૬.૯૧ કરોડ ચૂકવ્યા હતા, જે નાગરિક સંસ્થાના ઈતિહાસમાં સૌથી વધુ સિંગલ-ડે કલેક્શન છે. રાજકોટના મેયર પ્રદીપ દાવે જણાવ્યું હતું કે, દર વર્ષે અમે નાણાકીય વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં ટેક્સ કલેક્શન ડ્રાઇવ શરૂ કરીએ છીએ, પરંતુ આ વર્ષે અમે નાણાકીય વર્ષના પ્રથમ મહિનાથી જ આ અભિયાન શરૂ કર્યું છે. ગયા વર્ષે અમારી આક્રમક ઝુંબેશને કારણે ટેક્સ કલેક્શન સારું રહ્યું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનએ કરદાતાઓને વ્હાટસપ અને ટેક્સ (સંદેશ) દ્વારા ડિજિટલ બિલ આપવા માટે એક નવી સિસ્ટમ વિકસાવી છે.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના પ્રથમ બે મહિનામાં તેના વાર્ષિક મિલકત વેરા વસૂલાતના લક્ષ્યાંકના લગભગ ૪૪ ટકા વસૂલ કર્યા છે. આ મુખ્યત્વે એડવાન્સ ટેક્સ પેમેન્ટ માટે ઓફર કરવામાં આવેલ ૧૦ ટકા રિબેટ અને ઓનલાઈન પેમેન્ટ માટે વધારાના ૧ ટકા ડિસ્કાઉન્ટને કારણે હતું.
