Gujarat

રાણપુર પોલીસે ગુંદા ગામેથી વિદેશી ઈંગ્લિશ દારૂની ૮૦ બોટલ ઝડપી પાડી… પોલીસે રૂ.૨૮.૬૫૦ ના મુદ્દામાલ સાથે ઈસમ ૧ ને ઝડપી પાડ્યો…

ભાવનગર રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ દ્વારા દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્ત નાબુદ કરવાની સુચના આપેલ હોય જે અંગે બોટાદ જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા એ ગેરકાયદેસર પ્રવૃતી સંપુર્ણ બંધ કરવાની સુચના આપેલ હોય તેમજ ડી.વાય.એસ.પી.એસ.કે.ત્રીવેદી ના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.-એસ.ડી.રાણા તથા પોલીસ સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાદવ,નિલેશભાઈ પરમાર,ગભરૂભાઈ સરૈયા,નીલેશભાઈ ગળથરા સહીતના પોલીસ સ્ટાફના માણસો એ રાણપુર તાલુકાના ગુંદા ગામે રેઈડ કરતા ભારતીય બનાવટની વિદેશી ઈંગ્લિશ દારૂની ૭૫૦ એમ.એલ.ની MC.DOWELL’S NO1 SUPERIOR WHISKY ORIGINAL બોટલ નં-૬૨ કીંમત રૂ.૨૩,૨૫૦ તેમજ ALL SEASONS GOLDEN COLLECTON RESERVE WHISKY બોટલ નં-૧૮ કીંમત રૂ.૫,૪૦૦ મળી કુલ ૮૦ બોટલ રૂપિયા ૨૮,૬૫૦ ના મુદ્દામાલ સાથે હસમુખભાઈ ઉર્ફે.હશુભાઈ લવજીભાઈ રાણવા રહે.ગુંદા વાળા ને ઝડપી લીધો હતો જ્યારે ભગીરથભાઈ ઉર્ફે.ભગીભાઈ મંગળુભાઈ ખાચર રહે.ગુંદા વાળા હાજર નહી મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ ગુનાની આગળની તપાસ પી.એસ.આઈ-એસ.ડી.રાણા કરી રહ્યા છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *